Home /News /ahmedabad /

અમદાવાદના બે બનાવ : ક્યાંક પિયરમાંથી રૂપિયા લાવવા તો ક્યાંક સંતાન ન થતા પરિણીતા પર સાસરિયાનો ત્રાસ 

અમદાવાદના બે બનાવ : ક્યાંક પિયરમાંથી રૂપિયા લાવવા તો ક્યાંક સંતાન ન થતા પરિણીતા પર સાસરિયાનો ત્રાસ 

પ્રતીકાત્મક તસવીર

દરરોજ મહિલા પરના અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. હજી પણ સમાજમાંથી જાણે કે દહેજનું દૂષણ દૂર ના થયું હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ : શહેરના ઘરેલુ હિંસાના બનાવો એ તો જાણે કે માજા મૂકી દીધી હોય તેમ લાગી રહ્યું છે. દરરોજ મહિલા પરના અત્યાચારની અનેક ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. હજી પણ સમાજમાંથી જાણે કે દહેજનું દૂષણ દૂર ના થયું હોય તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ, સંતાનની ઘેલછાનાં કારણે પણ અનેક પરિણીતાઓ એ શારીરિક અને માનસિક ત્રાસ સહન કરવો પડે છે. આવો એક બનાવ શહેરના વાસણા વિસ્તારમાં અને અન્ય એક બનાવ સરદારનગર વિસ્તારમાં જોવા મળ્યો છે.

હાલ શાહપુર વિસ્તારમાં રહેતી એક મહિલાએ વાસણા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે, તેના લગ્ન સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2012માં થાય હતા.  લગ્ન બાદ તેને કોઈ સંતાન ના થતાં તેના પતિ અને સાસરિયા દ્વારા ત્રાસ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. મહિલાના સાસુ સસરા અને દાદી સાસુ પણ અવાર નબર વાંઝણી કહીને મેણા ટોણા મારતા અને મારઝૂડ કરીને તારા બાપા એ શું આપ્યું છે. તેમ કહીને પિયરમાંથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતા હતા.

રાજકોટની બે બહેનપણીઓેએ શરૂ કર્યો પાણીપુરીનો બિઝનેસ અને બની 'આત્મનિર્ભર', જાણો તેમની કહાની

જોકે તેની નણંદ પણ જ્યારે તેઓના ઘરે આવતી હતી ત્યારે મહિલાના પતિની ચઢાવણી કરતી હતી અને કહેતી હતી કે, આ વાંઝણીને ઘરમાં શું કામ રાખો છો. આમ ત્રણેક મહિના પહેલા મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ ત્રાસ આપીને ઘરમાંથી કાઢી મૂકતા અંતે મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય કિસ્સો - 'તારી માતા નિવૃત્ત થઇ છે તો રૂપિયા લઇ આવ'

શહેરમાં અન્ય એક પણ સાસરિયાના ત્રાસનો કિસ્સો સામે આવ્યો છે. સરદારનગર વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે કે, લગ્નજીવન દરમિયાન તેને નવ વરસનો એક દીકરો છે. જોકે લગ્નના દોઢ બે વર્ષ બાદ તેના પતિ અને સાસરિયા દ્વારા ઘરકામમાં ખામી કાઢીને પરેશાન કરતા હતા અને તેના સાસુ સસરા, નણંદ અને જેઠાણી તારી પત્ની દહેજ માં આવેલ નથી તેના પિયરમાંથી બધું દહેજ અને રોકડ રકમ મંગાવો તેમ કહીને તેના પતિની ચડામણી કરતા હતા. અને તેનો પતિ તેને માર પણ મારતો હતો. જેને લઇને મહિલાએ શાહીબાગ કાનૂની સલાહ કેન્દ્ર ખાતે અરજી કરતા તેના સાસરીયા હવે પછી હેરાન ગતિ નહીં કરવાની ખાતરી આપી ને સમાધાન કરી તેને પરત સાસરીમાં લઈ ગયા હતા. પરંતુ થોડા દિવસ સુધી સારી રીતે રાખ્યા બાદ ફરીથી ત્રાસ શરૂ થઈ ગયો હતો.

પતંગની દોરીમાં ફસાયેલ પક્ષીને બચાવવા જ્યારે હાઇડ્રોલિક વેન પણ કામ નથી લાગતી ત્યારે આ રીતે થાય છે રેસ્ક્યુ

જો કે બાદમાં તેના પતિ અને સાસરિયાઓએ કહ્યું હતું કે, તારી માતા નોકરીમાંથી રિટાયર્ડ થયેલા હોય તેમને સારા એવા રૂપિયા મળેલા છે. જેથી તું તારી માતા પાસેથી રૂપિયા એક લાખ લઇ આવ. જો કે પરિણીતા એ તેની માતા પાસે હાલ રૂપિયા ના હોવાનું કહેતા સાસરિયા દ્વારા પરિણીતા ને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું.એટલું જ નહિ રૂપિયા લઈને આવે તો જ તારા સાથે પત્ની તરીકે ના સબંધ નહિ તો અમે વધુ કરિયાવર લઈ આવે તેવી છોકરી સાથે લગ્ન કરાવી દઈશું તારી સાથે કોઈ સંબંધ રહેશે નહીં. તેવું કહીને તેના પતિ અને સાસરિયાઓએ તેને ઘરમાંથી કાઢી મૂકતા મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, અમદાવાદ, ગુજરાત, મહિલા

આગામી સમાચાર