Home /News /ahmedabad /અમદાવાદ: 'નવરાત્રી પ્રોગ્રામમાં ગેસ્ટ તરીકે કેમ બોલાવ્યો નહીં,' અપહરણ કરી યુવકને માર માર્યો

અમદાવાદ: 'નવરાત્રી પ્રોગ્રામમાં ગેસ્ટ તરીકે કેમ બોલાવ્યો નહીં,' અપહરણ કરી યુવકને માર માર્યો

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.

Ahmedabad Crime: નવરાત્રીના પોગ્રામમાં કેમ બોલાવેલ નથી? તેમ કહીને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને માર મારવાનો બનાવ સામે આવ્યો છે.

અમદાવાદ: નવરાત્રીના પોગ્રામમાં કેમ બોલાવેલ નથી? તેમ કહીને ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકને માર મારવાનો બનાવ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા પ્રીત શાહ નામના યુવકે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેણે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં નવરાત્રીનો પ્રોગ્રામ રાખ્યો હતો. જે પ્રોગ્રામમાં એનએસયુઆઈના મહામંત્રી કૃણાલસિંહ અને કાર્યકર અનસુલ ભરવાડ ધર્મરાજસિંહ જાડેજાએ આ પ્રોગ્રામમાં કૃણાલ સિંહને ગેસ્ટ તરીકે કેમ બોલાવેલ નથી, તેમ જણાવી ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો. જોકે, જે તે સમયે પોલીસને બોલાવતા મામલો શાંત થઈ ગયો હતો.

25મી સપ્ટેમ્બરે સાંજે સાતેક વાગ્યાની આસપાસ ફરિયાદી અને તેના મિત્રો નવરંગપુરા હોટલ ખાતે જમવા માટે ભેગા થયા હતા. તે દરમિયાન રાત્રિના નવ વાગ્યાની આસપાસ અનસુલ ભરવાડ અને ધર્મરાજસિંહ જાડેજાએ તેમના બે માણસોને બોલાવ્યા હતા. તે બંને લોકોએ હોટલમાં આવીને કહ્યું હતું કે, કૃણાલસિંહ જેતાવત બહાર બેઠા છે, તેને બોલાવે છે, જેથી ફરિયાદી બહાર આવતા કૃણાલસિંહ હાજર હતા નહીં અને અલ્ટો ગાડીમાં આ સિવાય અન્ય બે અજાણ્યા શખ્સો બેઠા હતા. જે ચારેય જણા ફરિયાદીને જબરજસ્તીથી ગાડીમાં બેસાડી માર માર્યો હતો અને કહ્યું હતું કે, કૃણાલસિંહનો ઓર્ડર છે એટલે તને ઉપાડીને લઈ જવાનો છે. એમ કહી ગાડીમાં મારતા-મારતા ગુજરાત યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલ બ્લોક સી ખાતે લઈ ગયા હતા. જ્યારે ફરિયાદીના મિત્ર પણ તેની પાછળ ગયા હતા.

આ પણ વાંચો: ગાડી અને આઈસર વચ્ચે અકસ્માત, કારનું પડીકું વળી ગયું, 4 લોકોનાં મોત

આરોપીઓએ ફરિયાદીને ગાડીમાંથી ઉતારી માર માર્યો હતો અને કહ્યું હતું કે, કૃણાલસિંહ આવે છે, ત્યાં સુધી બેસ. ત્યાર બાદ કૃણલસિંહ લગભગ 40 યુવકોનું ટોળું લઈને આવ્યા હતા. જ્યાં ફરિયાદી અને તેના મિત્રના હાથ બાંધીને તેમને ગડદા પાટુનો માર મારી ધમકી આપી હતી કે, જો પોલીસ ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશ. તેમ કહીને માનસિક ટોર્ચર કર્યું હતું. ત્યાર બાદ પોલીસ આવતા ફરિયાદી અને તેના મિત્રને બહાર લઈ ગયા હતા. ગઈકાલે સવારે કૃણાલસિંહે ફોન કરીને ફરિયાદીને કહ્યું હતું કે, તારા ઘરનું એડ્રેસ આપ. અમે તારા ઘરે આવી તારા ફેમિલીને અને તને મારીશું. જેથી ફરિયાદીએ આ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Gujarat News, Gujarat University's, Navratri 2022

विज्ञापन
विज्ञापन