Home /News /ahmedabad /અમદાવાદ : "જો ઉખાડના હે વો ઉખાડ લો, દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા," વાહનચાલકે પોલીસને આપી ધમકી

અમદાવાદ : "જો ઉખાડના હે વો ઉખાડ લો, દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા," વાહનચાલકે પોલીસને આપી ધમકી

પ્રતીકાત્મક તસવીર

શાહપુર પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. 

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે ઘણા એવા વાહનચાલકો છે જે પોલીસ સાથે સીધા ઘર્ષણમાં ઉતરતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો મિર્ઝાપુર ખાતે બન્યો હતો. એક વાહન ચાલક માસ્ક પહેર્યા વગર ચાલુ વાહને ફોન પર વાત કરતો હતો ત્યારે તેને પોલીસે રોકતા તેણે પોલીસને "મુજે દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા" કહીને ધમકીઓ આપી હટીમ જેથીની શાહપુર પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

શાહપુર પોલીસ સ્ટેશનની દિલ્હી ચકલા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઇ એસ. એમ. સિસોદીયા તેમની ટિમ સાથે વિસ્તારમાં ફરજ પર હતા. આ દરમિયાન તેઓને માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરવાની હતી. ત્યારે માસ્ક ન પહેરનાર સામે કાર્યવાહી કરવા જતા એક વાહન ચાલક ત્યાંથી પસાર થયો હતો.  ત્યારે મિર્ઝાપુર ઝેવિયર્સ સ્કૂલ પાસેથી એક વાહન ચાલક માસ્ક પહેર્યા વગર ફોન પર વાત કરતો જતો હતો.

નકલી ડિગ્રી કૌભાંડનો ફૂટ્યો ભાંડો, રાજ્ય વ્યાપી કૌભાંડની આશંકા, સંચાલકો ફરાર

એકતરફ આ વાહન ચાલકે માસ્ક પહેર્યું ન હતું અને બીજીતરફ તે ચાલુ વાહને મોબાઈલ ફોનથી વાત કરતો હતો. જેથી પોલીસે તેને રોક્યો હતો. જેથી આ વાહન ચાલકને દંડ ભરવા જણાવતા તે આવેશમાં આવી ગયો હતો.

વડોદરા: 14 વર્ષનાં કિશોર અને કિશોરી ઘરેથી રૂપિયા લઇને ભાગ્યા, પાંચ વર્ષથી હતા પ્રેમમાં

આ શખશે પોલીસ સાથે ઘર્ષણ કરી કહ્યું કે "મેં કાહેકા દંડ ભરુ, મેં કોઈ દંડ ભરને વાલા નહિ હું તુમકો જો ઉખાડના હે વો ઉખાડ લો, ઔર મુજે દંડ ભરને કી બાત કી તો કાટ ડાલુંગા". જેથી હાજર પોલીસકર્મી ઓએ આ શખસ કે જેનું નામ સઈદ ખાન પઠાણ હોવાનું સામે આવ્યું હતું.
" isDesktop="true" id="1060768" >



જેથી શાહપુર પોલીસે તેની સામે સરકારી ફરજમાં રુકાવટ અને ધમકી આપવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
First published:

Tags: Ahmedabad police, Mask, અમદાવાદ, ગુજરાત, દંડ