અમદાવાદમાં ફરી એક વખત એક તરફી પ્રેમમાં પાગલ યુવકની કરતુતો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. શહેરના દાણીલીમડામાં રહેતા એક યુવકે પરિચિત યુવતીના એક તરફી પ્રેમમાં જાહેર રોડ પર હેરાન કરી પરેશાન કરતો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
દાણીલીમડા વિસ્તારમાં રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી 20 વર્ષીય યુવતીને છેલ્લા આઠ વર્ષથી પરિચિત યુવક હેરાન કરી રહ્યો હતો હેરાન કરનાર યુવક મારુક શેખ યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હોવાથી યુવતીને લગ્ન કરવાનું દબાણ કરી રહ્યો હતો. જો કે યુવતી લગ્ન માટે ઇનકાર કરતા આરોપી મારુફ રંગરેજ દ્વારા યુવતીને રોડ પર છેડતી કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. જેથી યુવતી કંટાળી પોલીસ ફરિયાદ કરતા આરોપી મારુફની ધરપકડ કરી છે.
પોલીસ ગિરફતમાં રહેલા મારુફ શેખ અને ભોગબનાર યુવતી છેલ્લા આઠ વર્ષથી પરિચિત હતા. પરતું પાંચ વર્ષથી આરોપી મારુફ શેખ યુવતીના પ્રેમમાં પાગલ થઈ જતા આરોપી મારુફ દ્વારા યુવતીને અવાર નવાર રોડ પર ઉભી રાખી એક્ટિવા ચાવી નીકાળીને હાથ પકડી છેડતી કરી લગ્ન કરવા દબાણ કરતો હતો. પોલીસ તપાસ કરતા આરોપી મારુફ યુવતીને વર્ષ 2015થી એક તરફી પ્રેમમાં હતો.
પરંતુ, યુવતી સ્કૂલે જતી હતી ત્યારે પણ આરોપી મારુફ યુવતીનો પીછો કરી હેરાન કરતો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી મારુફ રંગરેજ બહેરામપુરા વિસ્તારમાં રહી લોડિંગ રીક્ષા ચલાવતો હતો અને ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
" isDesktop="true" id="1061374" >
એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકા મેળવા હદ વટાવતા અંતે યુવકને જેલના સળિયા પાછળ ધકેલાયો છે. આ મામલે એસીપી મિલાપ પટેલનું કેહવું છે કે, આરોપીની ધરપકડ કરી ને વધુ તપાસ કરવામાં આવી રહી છે.