અમદાવાદ : શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાણે કે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં એક પછી એક ગંભીર બનાવો બની રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં થયેલ ફાયરિંગ અને લૂંટની ઘટનાઓ બાદ સમગ્ર અમદાવાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે અને લૂંટ ઘટનાઓ બનતા અટકે તે માટે જવેલર્સના માલિકો સાથે મિટિંગ કરીને તેઓની જરૂરી સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ પાયલ જ્વેલર્સના માલિકનો પીછો કરી ડેકીમાંથી ઓરીજનલ ચાવી ચોરી લીધી અને માલિક બપોરનું ભોજન કરે તેટલા સમયમાં દુકાનમાં હાથ સાફ કરી દીધો.
ગઇકાલે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલી પાયલ જ્વેલર્સમાં ઘોળા દિવસે ચોર ટોળકીએ 45 લાખ રુપિયાના દાગીનાની ચોરી કરીને રફ્ફુચક્કર થઇ જતા પોલીસ દોડતી થઇ છે.
સીસીટીવી
ચોર ટોળકીએ ફીલ્મને પણ ટક્કર મારે તેવો પ્લાન ઘડીને ઘોળા દિવસે ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી છુટ્યા છે. નારણપુરામાં આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતાં જીતેન્દ્રભાઈ કનૈયાલાલ શાહ ન્યૂ રાણીપ ખાતે આકાશ રેસિડન્સીમાં પાયલ જ્વેલર્સના નામે સોના-ચાંદીનો શૉ રૂમ ધરાવે છે.
ગઇકાલે બપોરે 1 વાગ્યે જીતેન્દ્રભાઇ શો રૂમ બંધ કરી ઘરે જવા નીકળ્યા હતા. જ્યા તેમને સ્કુટરની ડેકીમાં શોરુમની ચાવી મુકી હતી. જીતેન્દ્રભાઇ ઘરે જમીને 3.15 વાગ્યે તેઓ પરત શૉરૂમ પર પહોંચ્યા તો શો રૂમનો દરવાજો ખુલ્લો જોઈ ચોંકી ઉઠ્યા હતા. જીતેન્દ્રભાઈએ શૉરૂમમાં જઈ જોયું તો સોનાના દાગીના ગાયબ હતા. જીતેન્દ્રભાઈએ ચોરીના બનાવની જાણ પોલીસને કરી હતી. પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા સીસીટીવી ચેક કર્યા હતા.
જેમાં શૉ રૂમમાં જીન્સ પેન્ટ, હાફ બાયની ટી શર્ટ પહેરેલો 30થી 35 વર્ષની ઉંમરનો યુવક ચોરી કરતા દેખાયો હતો. ચોર શોરુમથી 45 લાખના સોનાના દાગીનાની ચોરી કરીને નાસી ગયો હોવાનું સામે આવતા સાબરમતી પોલીસ ગુનો દાખલ કર્યો છે.
" isDesktop="true" id="1061653" >
હાલ પ્રાથમિક તબક્કે એવી આશંકા સેવાઈ રહી છે કે જીતેન્દ્રભાઈ શોરૂમ બંધ કરી ઘરે જવા નીકળ્યા ચોરે તેમનો પીછો કર્યો હતો. જીતેન્દ્રભાઈએ ઘર પાસે વાહન પાર્ક કરીને જમવા માટે અંદર ગયા હતા દરમિયાનમાં સ્કુટરની ડેકીમાંથી શો રૂમની ચાવી ચોરી લીધી હતી. ચાવી લઈ સીધો શો રૂમ પર પહોંચ્યો અને જીતેન્દ્રભાઈ શોરૂમ પર આવે તે પહેલાં લાખોની મત્તાના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.