અમદાવાદ: ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને (144th Rathyatra) રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી દીધી છે. એટલે કે ફરજિયાત કોવિડ ગાઇડલાઇનના નિયમો અને ભક્તો વગરની રથયાત્રાની પરવાનગી રાજ્ય સરકારે આપી દીધી છે. ત્યારે મંદિર તરફથી પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમાસના (Aamas) દિવસે એટલે કે શનિવારે આજે જમાલપુર સ્થિત (Ahmedaabad) મંદિરમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ (Netrotsav vidhi) કરવામાં આવી હતી. આ વિધિમાં ભગવાનની આંખો પર પાટા બાંધવામાં આવ્યાં હતા. આ પ્રસંગે મહાઆરતી બીજેપીનાં અધ્યક્ષ સી.આર. પાટીલ તથા ગૃહમંત્રી પ્રદીપસિંહ પણ હાજર રહ્યાં હતા.
ભાજપનાં અધ્યક્ષ પાટીલે કરી આરતી
આ વર્ષે કોરોનાના મહામારીને કારણે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામની નેત્રોત્સવ વિધિ કોવિડ ગાઈડલાઇન સાથે મર્યાદિત ભક્તો અને આમંત્રિતો સાથે કરવામાં આવશે. જેમાં શનિવારે સવારે 6 વાગે ભગવાનની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તેમજ સવારે 8 વાગે નેત્રોત્સવ (Netrotsav) વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નેત્રોત્સવ વિધિ બાદ 9.30 કલાકે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન છે.
તેમજ 10.30 વાગે મહાઆરતી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ પણ હાજર રહ્યાં હતા.
આ દિવસે લોકોને ભગવાનના આંખે પાટા બાંધેલા રૂપમાં દર્શન થાય છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના આંખો પરથી રથયાત્રાને દિવસે સવારે ચાર વાગે મંગળા આરતી સમયે પાટા ખોલવામાં આવે છે. તે બાદ મંગળા આરતી કરવામાં આવે છે. નેત્રોત્સવ વિધિના બીજા દિવસે રવિવારે 11 જુલાઇના રોજ સવારે 9 વાગે ભગવાનના સોનાવેષમાં દર્શન થશે. જ્યારે સવારે 10 વાગે ગજરાજોની પૂજા કરવામાં આવશે.
તેની બાદ બપોરે 2 વાગે ત્રણેય રથોની પૂજા મંદિર પરિસરમાં કરવામાં આવશે. જ્યારે સાંજે 6.30 વાગે સીએમ વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ભગવાનના દર્શન માટે આવશે. તેમજ સાંજે 8 વાગે મહાઆરતી કરવામાં આવશે.
આ અંગે મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ‘શનિવારે સવારના આઠ વાગ્યે નેત્રોત્સવ વિધિ થશે. અષાઢી બીજના દિવસે સવારના સાડા પાંચ વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવશે.’ મંદિરના ટ્રસ્ટી અને મહંતે શ્રદ્ધાળુઓને ઘરે રહીને જ ભગવાનના દર્શનની અપીલ પણ કરી છે.’
" isDesktop="true" id="1112929" >
નોંધનીય છે કે, ભગવાન જગન્નાથજીની રથયાત્રા 18 કિલોમીટરના રૂટ પર ફરવાની છે. પરંતુ દર વર્ષે ભગવાનના રથ પર દર્શન માટે જે ભીડ થતી તે આ વર્ષે જોવા મળશે નહી. કારણ કે, કોરોના સક્રમણને ધ્યાનમાં રાખીને રથ ઉપર કોઇને આવવા દેવામાં આવશે નહી. સાથે રથને ક્યાંય રોકાશે પણ નહી.