Home /News /ahmedabad /

અમદાવાદ: શરીરના અંગોનું વેઈટીંગ ઘટાડવા અંગદાન જાગૃતિ જરૂરી, દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80% મહિલાઓ

અમદાવાદ: શરીરના અંગોનું વેઈટીંગ ઘટાડવા અંગદાન જાગૃતિ જરૂરી, દેશમાં મળતા કુલ અંગોના દાનમાં 80% મહિલાઓ

Ahmedabad News : અમદાવાદ સિવિલ કિડની ઇન્સિટ્યુટમાં છેલ્લા 5 વર્ષમાં 6500થી વધુ કિડની અને 500થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા.

Ahmedabad News : અમદાવાદ સિવિલ કિડની ઇન્સિટ્યુટમાં છેલ્લા 5 વર્ષમાં 6500થી વધુ કિડની અને 500થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા.

અમદાવાદ: શરીરના અંગોના ટ્રાન્સપ્લાન્ટની (Organ Donation) બાબતમાં સમગ્ર વિશ્વમાં અમેરિકા અને ચાઇના બાદ ભારત (India)  ત્રીજા ક્રમે છે. ત્યારે હોસ્પિટલમાં અંગોનું વેઇટીંગ ઘટાડવા અંગદાન અંગેની સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાય તે જરૂરી છે. જે અંતર્ગત કિડની ઇન્સ્ટિટ્યૂટમાં (Kidney Institute) આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને અંગદાન માટે સંકલ્પબધ્ધ કરવામાં આવ્યા હતા. કેટલાક મેડિકલ કારણોસર માતૃત્વ ધારણ કરવા સક્ષમ ન હોય મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ. જ એક માત્ર વિકલ્પ રહેતો હોય છે.  ત્યારે હવે ગર્ભાશયના પ્રત્યારોપણ ઉપલબ્ધ બનતા માતૃત્વની ઝંખના રાખતી મહિલાઓ માટે આ વરદાન રૂપ સાબિત થશે તેવુ કિડની ઇન્સ્ટીટ્યુટના નિષ્ણાતઓ માની રહ્યા છે.

આ પ્રસંગે અમદાવાદ કિડની ઇન્સ્ટીટ્યુટને હાલમાં જ મળેલી ગર્ભાશયના પ્રત્યારોપણ અંગની ચર્ચા રસપ્રદ બની રહી છે. વિશ્વ અંગદાન દિવસ નિમિત્તે અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે અમદાવાદ કિડની ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર વિનીત મિશ્રાએ માહિતી આપતા જણાવ્યું કે, કેટલાક કિસ્સાઓમાં મેડિકલ તકલીફોના કારણે માતૃત્વ ધારણ કરવા અક્ષમ મહિલાઓ માટે સરોગેસી અને આઇ.વી.એફ કરાવતી હોય છે. પણ હવે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ આવી માતાઓ માટે આશીર્વાદ સમાન બનશે.

આ વિસ્તારોમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ

કિડની ઇન્સ્ટિટ્યૂટમાં થયેલા ટ્રાન્સપ્લાન્ટના આંકડા આપતા તેઓએ જણાવ્યું કે,  અમદાવાદ સિવિલ કિડની ઇન્સિટ્યુટમાં છેલ્લા ૫ વર્ષમાં ૬૫૦૦ થી વધુ કિડની અને ૫૦૦ થી વધુ લીવરના સફળ ટ્રાન્સપ્લાન્ટ થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાનના સેવાયજ્ઞના પરિણામે છેલ્લા ૨ વર્ષમાં ૪૦ ટકા અંગોના ટ્રાન્સપ્લાન્ટ બ્રેઇનડેડ વ્યક્તિના અંગદાનમાં મળેલા અંગોથી થયા છે.

હાલ દેશમાં થતા ટ્રાન્સપ્લાન્ટમાંથી ૮૫ ટકા જીવીત વ્યક્તિના અંગોથી અને ૧૫ ટકા જ અંગદાનથી મળેલા અંગોની મદદથી ટ્રાન્સપ્લાન્ટ થાય છે. દેશની પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરની હોસ્પિટલમાં ૬૫ ટકા કિડની, ૨૫ ટકા લીવર અને ૧૦ ટકા વધુ હ્યદય, ફેફસા, સ્વાદુપિંડ જેવા અંગોનું ટ્રાન્સપ્લાન્ટ થતા જોવા મળે છે. દેશમાં મળતા કુલ અંગોના દાનમાં ૮૦ ટકા મહિલાઓ થકી અંગદાન થાય છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Organ donation, અંગદાન, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन