Home /News /ahmedabad /Gujarat Elections 2022: PM નરેન્દ્ર મોદી અમદાવાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા, રોડ શો પણ કર્યો
Gujarat Elections 2022: PM નરેન્દ્ર મોદી અમદાવાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા, રોડ શો પણ કર્યો
PM નરેન્દ્ર મોદી અમદાવાદ ભદ્રકાળી મંદિર પહોંચ્યા
Gujarat Elections 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે અમદાવાદમાં ચૂંટણી રેલી પહેલા મા ભદ્રકાળી મંદિરે પહોંચીને આશીર્વાદ લીધા હતા. અહીં પ્રાર્થના કર્યા બાદ તેમણે દેશવાસીઓ માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી.
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુક્રવારે અમદાવાદમાં રેલી પહેલા મા ભદ્રકાળી મંદિરમાં પ્રાર્થના કરી હતી. તેમણે દેશવાસીઓ માટે સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના પણ કરી હતી. ગુજરાત ચૂંટણીના બીજા તબક્કા પહેલા તેમણે ફરી એકવાર યુદ્ધના ધોરણે પ્રચાર કરી રહ્યા છે. શુક્રવારે તેઓ સૌથી પહેલા ભગવાન ઓઘડનાથ મંદિર પહોંચ્યા અને ત્યાં પૂજા કરી હતી. આ બાદ, તેમણે બનાસકાંઠાના નાથપુરા ગામમાં જનસભાને સંબોધી હતી. પીએમ મોદીએ ચાર રેલીઓ કરી અને તેઓ સાંજે અમદાવાદના વિક્રમ મિલ કમ્પાઉન્ડ પહોંચીને રોડ શો યોજ્યો હતો.
અમદાવાદમાં શુક્રવારે વડાપ્રધાનની વિક્રમ મિલ કમ્પાઉન્ડ રેલીને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રસ્તાઓ પર રાહ જોઈ રહેલા લોકોએ પીએમ નરેન્દ્ર મોદીનું ઐતિહાસિક સ્વાગત કર્યું અને ચારે બાજુથી મોદી-મોદીના નારા લગાવ્યા હતા.
અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં ભારે ભીડ ઉમટી હતી. તેમણે દરિયાપુર, જમાલપુર, બાપુ નગર એમ ત્રણ મતવિસ્તારોમાં રોડ શો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે જ્યારે મતગણતરી 8મી ડિસેમ્બરે થશે.
ગુજરાતમાં કુલ મતદારો કેટલા?
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.
ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.