Home /News /ahmedabad /ગુજરાત બોર્ડર પર લોંખડી સુરક્ષાના કારણે દારૂ ઘુસાડવા બંટી-બબલીએ અજમાવ્યો નવો જ પેંતરો

ગુજરાત બોર્ડર પર લોંખડી સુરક્ષાના કારણે દારૂ ઘુસાડવા બંટી-બબલીએ અજમાવ્યો નવો જ પેંતરો

ચૂંટણી ટાણે ગુજરાતની બોર્ડરો પર ચેંકીગ હોવાના કારણે હવે બુટલેગરોએ ટ્રેન મારફતે દારૂની તસ્કરી કરવાનું શરૂ કરી દીધુ છે.

Ahmedabad Crime News: કુબેરનગરની બુટલેગર મહિલા અને યુવક 48 બીયરના ટીન સાથે કાલુપુર રેલવે સ્ટેશન પર ઝડપાયા

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: ચૂંટણી ટાણે ગુજરાતની બોર્ડરો પર ચેંકીગ હોવાના કારણે હવે બુટલેગરોએ ટ્રેન મારફતે દારૂની તસ્કરી કરવાનું શરૂ કરી દીધુ છે. મુંબઇ તેમજ રાજસ્થાનથી અમદાવાદ આવતી ટ્રેનોમાં બેસીને બુટલેગરો બીયર તેમજ દારૂનો જથ્થો લાવી રહ્યા છે. બે દિવસ પહેલા સુર્યનગરી એક્સપ્રેસ ટ્રેનમાં દારૂની બોટલો લઇને આવેલા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ત્યારે ગઇકાલે રેલવે લોકલ ક્રાઇમ બ્રાંચે એક મહિલા અને યુવકને બીયરના ટીન સાથે ઝડપી પાડ્યા છે.

કાલુપુર રેલવે સ્ટેશન ડ્રગ્સ તેમજ દારૂની તસ્કરીનું એપી સેન્ટર બની ગયુ હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ કે, છાશવારે અહિયાથી ડ્રગ્સ અને દારૂનો જથ્થો મળી આવે છે. રેલવેની લોકલ ક્રાઇમ બ્રાંચ સ્ટેશન પર પેટ્રોલિંગમાં હતી ત્યારે એક મહિલા અને યુવક બેગ લઇને આવતા હતા. બન્ને શંકાસ્પદ લાગતા પોલીસે તેમને કોર્ડન કરીને પૂછપરછ કરી હતી અને બેગમાં શું છે તે મામલે પુછ્યુ હતું. મહિલાએ બેગમાં બીયરનો જથ્થો હોવાનું જણાવતા લોકલ ક્રાઇમ બ્રાંચે તેમની ધરપકડ કરી લીધી હતી. મહિલાનું નામ કમુબેન દત્તાત્રેય છે અને યુવકનું નામ સોનુ ચક્રવર્તી છે.

આ પણ વાંચો: live: એક દિવસનાં વિરામ બાદ પીએમ મોદીનો ઝંઝાવતી પ્રચાર

બન્ને કુબેરનગરમાં રહે છે અને દારૂનો ધંધો કરે છે. કમુબેન અને સોનુ અનવારનવાર ટ્રેનમાં જતા હતા અને દારૂનો જથ્થો લઇને આવતા હતા. ગઇકાલે બન્ને સિંકદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 3થી તે આવતા હતા ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે તેમને દબોચી લીધા હતા. બન્ને પાસેથી 48 બીયરના ટીન મળી આવ્યા છે.


મહત્વનું છે કે, રેલ્વે સ્ટેશન ઉપર પણ સુરક્ષા અને ચેકીંગ વધારી દેવામાં આવી છે જેના લીધે થોડા દિવસ પેહલા લાખોની રોકડ રકમ પણ સ્ટેશન પરથી મળી આવી હતી અને રાજકોટથી સોનું પણ મળી આવ્યુ હતુ. ગુનેગારો હવે રોડ કરતા રેલ્વેનો ઉપયોગ કરી રહ્યા હોવાનુ સામે આવી રહ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन
विज्ञापन