Home /News /ahmedabad /Gujarat Election 2022: અમદાવાદની તમામ બેઠકો પર કમળ ખીલવવા ભાજપે ખેલ્યો છે મોટો દાવ

Gujarat Election 2022: અમદાવાદની તમામ બેઠકો પર કમળ ખીલવવા ભાજપે ખેલ્યો છે મોટો દાવ

ત્યારે આ બદલાવ ભાજપને ફળશે કે નહીં તે તો થોડા સમયમાં જ ખબર પડશે.

Ahmedabad Election 2022: ગત ચૂંટણી, 2017ની વાત કરીએ તો અમદાવાદ શહેરની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 અને કોંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી હતી.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
    અમદાવાદ: ગુજરાત ચૂંટણીમાં અમદાવાદ શહેરનું ઘણું મહત્ત્વ જોવામાં આવે છે. ત્યારે ભાજપે આ વખતે અહીં 13 બેઠકો પર માત્ર ત્રણ જ ઉમેદવારોને રિપિટ કરવામાં આવ્યાં છે. શહેરમાં ભાજપને કોંગ્રેસ પણ અનેક બેઠકો પર સ્પર્ધા આપે છે. ગત ચૂંટણીમાં અમદાવાદની ચાર બેઠક પર કોંગ્રેસનો જાદુ ચાલ્યો હતો. આ સાથે શહેરમાં આ વખતે વરસાદ બાદ અનેક સમસ્યા ઉદ્ભવતા મોટાભાગનાં તમામ ઉમેદવારોને ભાજપે બદલી નાંખ્યા છે અને નવા અને યુવા ચહેરાને આગળ કર્યા છે. ત્યારે આ બદલાવ ભાજપને ફળશે કે નહીં તે તો થોડા દિવસોમાં જ ખબર પડશે.

    કોંગ્રેસે આ ચાર  બેઠકો પર હતો કબજો


    ગત ચૂંટણી, 2017ની વાત કરીએ તો અમદાવાદ શહેરની કુલ 16 બેઠકોમાંથી ભાજપે 12 અને કોંગ્રેસે 4 બેઠકો પર જીત મેળવી હતી. શહેરનાં દરિયાપુર, ખાડિયા- જમાલપુર, દાણીલીમડા અને બાપુનગર વિસ્તારમાં કોંગ્રેસનો થપ્પો વાગ્યો હતો. જ્યારે એલિસબ્રિજ, નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ, ઠક્કરબાપાનગર, ઘાટલોડિયા, વટવા, મણિનગર, અમરાઈવાડી, નરોડા અને અસારવા પર ભાજપે જીત મેળવી હતી.

    આ પણ વાંચો: રોબોટ કરી રહ્યો છે ભાજપના ઉમેદવારનો પ્રચાર, વહેંચી રહ્યો છે પેમ્ફલેટ

    ભાજપને કરાવશે ફાયદો?


    ગત ચૂંટણીમાં ખાડિયા-જમાલપુરમાં દ્વિપાંખીયો જંગ હતો. આ વખતે જમાલપુરમાં કોંગ્રેસ, ભાજપ, આપ અને AIMIM વચ્ચે જંગ જામશે. જેનો ફાયદો ભાજપને મળી શકે છે. આ ઉપરાંત દાણીલીમડા અને દરિયાપુર બેઠક કોંગ્રેસનો ગઠ માનવામાં આવે છે. આ માટે કોંગ્રેસ પાસે રહેલી બેઠકો પર ભાજપે ખાડિયા- જમાલપુરને બાદ કરતાં તમામ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. તો આ વખતે ચૂંટણીની જંગ રસપ્રદ બનશે.
    વિધાનસભા બેઠકનું નામભાજપકોંગ્રેસઆમ આદમી પાર્ટી
    ઘાટલોડિયાભૂપેન્દ્ર પટેલઅમીબેન યાજ્ઞિકવિજય પટેલ
    વેજલપુરઅમિત ઠાકરરાજેન્દ્ર પટેલકલ્પેશ પટેલ
    વટવાબાબૂસિંહ જાદવબળવંત ગઢવીબિપીનચંદ્ર પટેલ
    એલિસબ્રિજઅમિત શાહભિખુ દવેપારસ શાહ
    નારણપુરાજીતેન્દ્રપટેલસોનલબેન પટેલપંકજ પટેલ
    નિકોલજીગદીશ પંચાલરણજીતસિંહ બારડઅશોક ગજેરા
    નરોડાડો.પાયલ કુકરાણીનિકુલસિંહ તોમર (NCP)ઓમપ્રકાશ તિવારી
    ઠક્કરબાપા નગરકંચનબેન રાદડિયાવિજય બ્રહ્મભટ્ટસંજય મોરી
    બાપુનગરદિનેશ કુશવાહહિંમતસિંહ પટેલરાજેશ દીક્ષિત
    અમરાઈવાડીડો.હસમુખ પટેલધર્મેન્દ્ર પટેલવિનય ગુપ્તા
    દરિયાપુરકૌશિક જૈનગ્યાસુદ્દીન શેખતાજ કુરેશી
    જમાલપુર ખાડિયાભૂષણ ભટ્ટઈમરાન ખેડાવાલાહારૂન નાગોરી
    મણિનગરઅમૂલ ભટ્ટસી.એમ રાજપૂતવિપુલ પટેલ
    દાણીલીમડાનરેશ વ્યાસશૈલેષ પરમારદિનેશ કાપડિયા
    સાબરમતીડો.હર્ષદ પટેલદિનેશ મહીડાજશવંત ઠાકોર
    અસારવાદિર્શના વાઘેલાવિપુલ પરમારજે.જે મેવાડા

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ.
    " isDesktop="true" id="1286075" >

    પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: અમદાવાદ, ગુજરાત, ગુજરાત ચૂંટણી

    विज्ञापन
    विज्ञापन