અમદાવાદીઓ માટે ખરાબ સમાચાર આવ્યા છે. અમદાવાદની (Ahmedabad) હવા (air) હવે દિલ્હી અને પુના કરતા પણ વધારે પ્રદુષિત (air pollution) બની છે. અમદાવાદ શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air ouality index) 286એ પહોંચ્યો છે. જે દિલ્હી અને પુનાના એર ક્વોલિટી ઇન્ડેક્સ કરતા પણ વધારે છે. શહેરમાં અનેક જગ્યાએ હવા કેટલી શુદ્ધ છે, તે જાણવા માટે એર ક્વોલિટી મોનીટરીંગ સિસ્ટમ (air quality Monitoring System) લગાવવામાં આવી છે. જેથી હવામાં કાર્બન ડાયક્સાઈડ, ઓઝોન થ્રી, નાઇટ્રોજન ડાયોક્સાઇડ ટુનું પ્રમાણ કેટલુ છે તે જાણી શકાય છે. આ માટે તંત્ર લાખો રૂપિયા પણ ખર્ચે છે પરંતુ અત્યારે તો અમદાવાદની પરિસ્થિતિ તો એવી છે કે, આ મશીનો પણ ચાલતા નથી. એટલે અમદાવાદીઓને ખબર જ નથી કે, તેઓ કેટલી ખરાબ હવા પોતાના શ્વાસમાં ભરે છે.
શહેરનો આ વિસ્તાર સૌથી પ્રદૂષિત
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો છે. રાયખડમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 308 છે એટલે શહેરમાં સૌથી વધુ ખરાબ હવા રાયખડ વિસ્તરમાં છે. AQI એટલે કે એર ક્વોલેટી ઈન્ડેક્ષમાં જો 0-થી 100 સુધી એર ઈન્ડેક્ષ હોય તો શહેરની હવામાં શદ્ધ છે તેવુ માની શકાય પરંતુ 100થી ઉપર એર ઈન્ડેક્ષ વધુ નોંધાય તો હવામાં પ્રદુષણનુ પ્રમાણ વધી જાય છે અને 200થી વધારે એર ઈન્ડેક્ષ નોંધાય તો હવામાં પ્રદુષણનો ખતરો વધી રહ્યો છે.
જોકે કોરોના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી વધુ પડી શકે છે. અસ્થામાના દર્દીઓ અને શ્વાસની તકલીફવાળા દર્દીઓ માટે આ હવા વધુ જોખમી બની શકે છે. કોરોનાથી બચવા માસ્ક પહેરવું ફરજીત છે તો ખરાબ હવાથી બચવા પણ માસ્ક પહેવું જોઈએ. જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
લાખો રુપિયાનો ખર્ચ પણ સિસ્ટમો બંધ
અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને હવામાન વિભાગના દ્વારા એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. જેના કારણે શહેરના લોકો જાણી શકે કે, એર ક્વોલિટી ઇન્ડેક્સ કેટલો છે તેમજ તાપમાન કેટલું છે. આ માહિતી માટે લાખો રૂપિયાના ખર્ચે શહેરના અલગ અલગ વિસ્તારમાં એલઇડી લગાવવામાં આવી હતી.
અત્યારે એલઇડી છેલ્લાં કેટલાય સમયથી ધૂળ ખાય રહી છે. ત્યારે જીવાનું એ છે કે, લાખો રૂપિયા ખર્ચે શહેરમાં લગાવેલી એલઇડી ફરી ક્યારે શરૂ થશે.