Home /News /ahmedabad /અમદાવાદ: એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે અનેરા કેમ્પનું આયોજન

અમદાવાદ: એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ માટે અનેરા કેમ્પનું આયોજન

વિદ્યાર્થીનીઓ માટે 10 દિવસની પ્રાથમિક ખડક ચઢાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

વિદ્યાર્થીઓને રોક ક્લામ્બિગ, રોક રેપ્લિંગ સહિત આકસ્મિક સંજોગોમાં કોઈ પણ પ્રકારની જાનહાનીને ટાળવા માટે રેસ્ક્યૂ કરીને કેવી રીતે રેપ્લિગ કરવું, આ તમામ પ્રકારની તાલિમનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું

અમદાવાદ: આજની જનરેશન માત્ર પુસ્તકીયું જ્ઞાન લેવામાં નથી માનતી. આજના યુવાનો ટેક્નીકલ નોલેજની સાથે મનોબળ મજબુત થાય તેની પણ તક ઝડપી લે છે. જી હા એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ ટેકનીકલ જ્ઞાનની સાથે સ્પોર્ટસ એક્ટિવિટીમાં પણ ઉત્કૃષ્ઠ યોગદાન આપે અને તેઓનું મનોબળ મજબુત થાય તે માટે ગુજરાત  ટેકનોલોજીકલ યુનિવર્સિટી માઉન્ટ ટ્રેકિંગ કેમ્પ યોજ્યો હતો. જેમાં જીટીયુ સંલગ્ન 67 કોલેજના 82 વદ્યાર્થીઓ અને 3 પ્રોફેસરએ આ કેમ્પમાં ભાગ લીધો હતો.

વિદ્યાર્થીનીઓ માટે ખડક ચઢાણ કેમ્પનું આયોજન

રાજ્યની સૌથી મોટી ટેક્નોલોજીકલ યુનિવર્સિટી તરીકે નામના મેળવનાર અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત રહેનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા ટેક્નિકલ જ્ઞાન સહિત રમત-ગમત ક્ષેત્રે પણ સમયાંતરે અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. હાલમાં જ રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે સ્વામી વિવેકાનંદન પર્વતારોહણ સંસ્થામાં જીટીયુના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે 10 દિવસની પ્રાથમિક ખડક ચઢાણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ચ-6 રોડ પર સ્કૂલ વાન પલટી મારી, 10 બાળકો ઇજાગ્રસ્ત

રોક ક્લામ્બિગ, રોક રેપ્લિંગની મજા સાથે તાલીમનું પ્રશિક્ષણ

આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીકાળ દરમિયાન દરેક વિદ્યાર્થીઓએ શૈક્ષણિક જ્ઞાનની સાથે રમત-ગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ કાર્યરત રહેવું જોઈએ. જીટીયુ વિદ્યાર્થીઓને આ પ્રકારની તમામ તકો પૂરી પાડવામાં હંમેશા અગ્રેસર રહ્યું છે. જીટીયુ દ્વારા પ્રથમ વખત યોજાયેલ આ સાહસિક પ્રવૃતિઓની પાઠશાળા જેવી ખડક ચઢાણ શિબિરમાં જીટીયુ સંલગ્ન 67 કૉલેજના 53 વિદ્યાર્થી, 29 વિદ્યાર્થીની અને 3 સ્ટાફ મેમ્બર સહિત 85 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને રોક ક્લામ્બિગ, રોક રેપ્લિંગ સહિત આકસ્મિક સંજોગોમાં કોઈ પણ પ્રકારની જાનહાનીને ટાળવા માટે રેસ્ક્યૂ કરીને કેવી રીતે રેપ્લિગ કરવું, આ તમામ પ્રકારની તાલિમનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત પહાડી વિસ્તારનું પ્રાકૃતિક જ્ઞાન અને તેની સંસ્કૃતિ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવશે. મહત્વનું છે કે, એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને ટેકનીકલ નોલેજ તો તેમના અભ્યાસમાંથી મળતું જ રહે છે, પરંતુ ફિઝીકલ એક્ટિવિટી તેમને રમતગમત ક્ષેત્રે જ મળે. તે માટે જીટીયુ દ્વારા આ અનોખો પ્રયોગ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, GTU Exam, Gujarat News

विज्ञापन
विज्ञापन