Home /News /ahmedabad /અમદાવાદ: ગોતામાં આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ, ફાયરની 6 ગાડી ઘટના સ્થળે

અમદાવાદ: ગોતામાં આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ, ફાયરની 6 ગાડી ઘટના સ્થળે

ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગી છે.

Ahmedabad Fire: શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગી છે. ફન પાર્કમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

    અમદાવાદ: શહેરના ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં વિકરાળ આગ લાગી છે. ફન પાર્કમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઇ છે. ગોતા-છારોડી રોડ પર આવેલા એમેઝોન પાર્કમાં આગ લાગી છે.

    આસપાસના વિસ્તારમાં અફરાતફરી

    આજે બપોરના સમયે ગોતા વિસ્તારમાં આવેલા ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી હતી. જોત-જોતાંમાં આગ વિકરાળ બની હતી. ઘટનાને પગલે ગેમ ઝોન તથા આસપાસના વિસ્તારમાં અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ ભીષણ આગના લીધે દૂર-દૂર સુધી ગોટે ગોટા દેખાયા હતા. સાથે જ આગની ઘટના અંગે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતાં હાલ ફાયર બ્રિગેડની 6 ગાડીઓ દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.



    આ પણ  વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, આગામી પાંચ દિવસ કેવી રહેશે ઠંડી?

    ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે

    મળતી માહિતી અનુસાર, ગોતા-છારોડી રોડ પર આવેલા એમેઝોન ફન પાર્કમાં આગની ઘટનાને પગલે અફરાતફરી મચી છે. એમેઝોન ફન પાર્ક નિરમા યુનિવર્સિટીની સામે આવેલું છે, જ્યારે અહીં ભીષણ આગના સમાચાર મળતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. ચાંદખેડા, થલતેજ અને નવરંગપુરા ફાયર સ્ટેશનથી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. હાલ ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. જોકે, આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. આ સાથે જ પાર્કમાં અંદર કોઇ વ્યક્તિ ફસાયેલા છે કે કેમ? તે અંગે પણ ફાયરની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad fire, Ahmedabd News, Gujarat News

    विज्ञापन
    विज्ञापन