અમદાવાદ: ટ્રિપલ તલાકનો (triple talaq act) કાયદો બનાવ્યો હોવા છતાં પણ ટ્રિપલ તલાકના મામલા અટક્યા નથી. અમદાવાદ શહેરના (Ahmedabad) ફતેવાડીમાં રહેતી મહિલાના ઘરે જઈને પતિએ કહ્યું કે તારા ઘરના બધા અહીં બેઠા છે. બધાની સામે હું તને ત્રણ વખત તલાક કહી તલાક આપું છું. કહેતાં મામલો પોલીસ સ્ટેશનમાં (police station) પહોંચ્યો છે.
ફતેવાડી વિસ્તાર માં રહેતી એક મહિલા એ તેના પતિ અને સાસરિયાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી મહિલાને તેના પતિ સાથે લગ્નના શરુઆતમાં લગ્નજીવન સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ તે પછી મહિલાનો પતિ તેમજ સાસુ ઘરકામનો વાંક કાઢી મેણાં ટોણાં મારીનેઝઘડો કરીને મારઝૂડ કરતાં હતાં.
જ્યારે મહિલાના નણંદ તેના પતિને ફોન કરીને કહેતાં હતાં કે તું તારી પત્નીને છોડી દે. હું તારાં બીજાં લગ્ન કરાવી દઈશ. આમ કહીને ચડામણી કરતાં હતાં. પતિ શક રાખીને તેની સાથે અવારનવાર મારઝૂડ કરતો હતો. જેથી ફરિયાદી મહિલા બંને બાળકો સાથે અલગ રહેવા જતી રહી હતી.
છેલ્લા છ દિવસથી ફરિયાદી મહિલા તેનાં મમ્મીનાં ઘરે રહેવા ગયાં હતાં. ત્યારે ૨૩ મી મે ના દિવસે સાંજના ચાર વાગ્યાની આસપાસ તેઓ પરિવારના સભ્યો ઘરે હાજર હતા. તે સમયે તેનો પતિ ઘરે આવ્યો હતો.
અને તેણે કહ્યું કે તારા ઘરના બધા અહીં બેઠા છે. બધાની સામે હું તને ત્રણ તલાક આપું છું. આમ કહીને તેનો પતિ જતો રહ્યો હતો. જે અંગેની જાણ મહિલાએ પોલીસને કરતા પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.