Home /News /ahmedabad /ઉદયપુરમાં પતિએ ચારિત્ર્ય બાબતે પત્નીની વાતો કરી, યુવતીએ અમદાવાદ આવી હાથની કલાઇઓ કાપી નાંખી
ઉદયપુરમાં પતિએ ચારિત્ર્ય બાબતે પત્નીની વાતો કરી, યુવતીએ અમદાવાદ આવી હાથની કલાઇઓ કાપી નાંખી
યુવતી તેના પતિના ત્રાસથી કંટાળી છુટાછેડા લેવા ઈચ્છતી હતી.
Ahmedabad News: યુવતી તેના પતિના ત્રાસથી કંટાળી છુટાછેડા લેવા ઈચ્છતી હતી પણ તેના માતા-પિતા સહિતના લોકો તેને સમજાવી પતિ સાથે રહેવા આગ્રહ કરતા હતા. પતિના શારિરીક માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ હાથની કલાઈ ઉપર જાતે કટર મારતા સામાન્ય ઈજા થ
અમદાવાદઃ શહેરમાં રહેતી એક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેને હવે પસ્તાવવાનો વારો આવ્યો છે. પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ તેને ઉદયપુર ફરવા લઇ ગયો હતો. ત્યાં તેની સાથે ચારિત્ર્ય બાબતે વાતો કરી શંકાઓ રાખી માર માર્યો હતો. અવાર નવાર પતિના ત્રાસથી કંટાળેલી યુવતીને છૂટાછેડા લેવા હતા. પણ તેના પિયરજનો પતિ સાથે રહેવા આગ્રહ કરતા યુવતી ઘર કરીને રહેતી હતી. છતાંય પતિનો ત્રાસ યથાવત રહેતા આખરે હાથની કલાઇઓ કાપી નાખતા તેને સારવાર અર્થે ખસેડાઇ હતી. ત્યાં પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં રહેતી 28 વર્ષીય યુવતી હાલ એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેણે વર્ષ 2018માં એક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પતિ-પત્ની સારી રીતે રહેતા હતા પણ છેલ્લા એક વર્ષથી તેનો પતિ હરવા ફરવા તેણી જાય ત્યારે બોલાચાલી કરી અવારનવાર કોઈના કોઈ બહાના હેઠળ કોઈ વાંક કાઢી ગુસ્સે થઈ અવારનવાર હાવી થઇ માર મારતો હતો. જેમ ફાવે તેમ મહેણા-ટોણા મારી હેરાનગતી કરતો અને મને ઘરકામ નથી કરતી અને ચારિત્ર્ય વિશે ખરાબ હોવાનુ કહી યુવતીને તેના મિત્ર વર્તુળમા ખોટી રીતે વાત કરતો હતો.
જોકે પતિના જન્મદિવસ ઉપર ઉદયપુર ખાતે પતિએ બોલાચાલી કરી ઝઘડો કરી ત્રણેક ઝાપટ મારી દીધી હતી. વર્ષ 2022માં યુવતીને મસાના ઓપરેશનના કારણે આરામ કરવાનુ ડોક્ટરે જણાવતા તે પિયરમાં માતા-પિતા પાસે રહેવા ગઇ હતી. યુવતીના જન્મદિવસે પણ પતિએ કોલ કરી "તારા માતા-પિતાએ મારું અપમાન કરેલ" તેમ કહી ઝઘડો કરવા લાગ્યો હતો અને ખુબજ હેરાનગતી કરી માનસીક ત્રાસ આપ્યો હતો.
યુવતી તેના પતિના ત્રાસથી કંટાળી છુટાછેડા લેવા ઈચ્છતી હતી પણ તેના માતા-પિતા સહિતના લોકો તેને સમજાવી પતિ સાથે રહેવા આગ્રહ કરતા હતા. પતિના શારિરીક માનસિક ત્રાસથી કંટાળી યુવતીએ હાથની કલાઈ ઉપર જાતે કટર મારતા સામાન્ય ઈજા થતા સારવાર અર્થે ખસેડી હતી. જ્યાં પોલીસને જાણ કરાતા યુનિ.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.