Home /News /ahmedabad /અમદાવાદઃ ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ લગાવી મોતની છલાંગ, કેમેરામાં કેદ

અમદાવાદઃ ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ લગાવી મોતની છલાંગ, કેમેરામાં કેદ

શહેરમાં એક યુવતીએ ઓવરબ્રિજ પરથી કુદકો માર્યો

Girl jumps from overbridge: અમદાવાદમાં યુવતીએ ઓવરબ્રિજ પરથી માર્યો કુદકો. CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસેની ઘટના. ભરચક ટ્રાફિક વચ્ચે યુવતીએ કૂદકો માર્યો. ઘટના કેમેરામાં કેદ.

અમદાવાદઃ શહેરમાં એક યુવતીએ ઓવરબ્રિજ પરથી કુદકો માર્યો (Girl jumps from overbridge) હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના શહેરના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસેની છે. ભરચક ટ્રાફિક વચ્ચે યુવતીએ કૂદકો માર્યો હતો. અગમ્ય કારણોસર યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. છલાંગ લગાવતાં યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ યુવતીને મણિનગરની LG હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ મોતની છલાંગ લગાવી

અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પાસે એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં ચાલુ ટ્રાફિકની વચ્ચે જ યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. બપોરના સમયે ભરચક ટ્રાફિકની વચ્ચે એક અજાણી યુવતીએ ઉપરના ઓવરબિજ પરથી અગમ્ય કારણસર નીચે કુદકો માર્યો હતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે, કેવી રીતે યુવતીએ પળવારમાં ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હતો.

આ પણ વાંચો: વઢવાણમાં ત્રિપલ મર્ડર: એક જ પરિવારના ત્રણ સભ્યોની કરપીણ હત્યા

લોકો વાહનો સાઇડમાં મૂકી યુવતીની મદદે દોડી આવ્યા

ભરચક ટ્રાફિક વચ્ચે યુવતીએ કુદકો મારતાં લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા. યુવતીની બ્રિજ પર લટકતી જોતાં ટ્રાફિક રાકોઇ ગયો હતો. પરંતુ કોઇ કંઇ સમજે તે પહેલાં જ યુવતી બ્રિજ પરથી કૂદી ગઇ હતી. જેના કારણે લોકો વાહનો સાઇડમાં મૂકી યુવતીની મદદે દોડી આવ્યા હતા અને 108ની ટીમને જાણ કરી હતી. બ્રિજ પરથી કૂદકો મારતાં યુવતીને ગંભીર ઇજા પહોંચી છે. જે બાદ 108ની ટીમે યુવતીને સારવાર માટે મણિનગરમાં આવેલી એલજી હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે, યુવતીએ મોતની છલાંગ કેમ લગાવી? તે કારણ સામે આવ્યું નથી.
First published:

Tags: Ahmedabad news, Gujarat News

विज्ञापन