અમદાવાદ: શહેરમાં પીરાણામાં કચરાનો ડુંગર બની ગયો છે. કચરાનો નિકાલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રયાસ કરી રહી છે. પરંતુ અમદાવાદ શહેરમાંથી રોજનો હજારો ટન આવતો કચરાના સૂકો અને ભીનો કચરો આવે તો ગ્રીન વેસ્ટમાંથી ખાતર બનાવી તે કચરો નિકાલ થઈ શકે અને ભીનો અને સૂકા કચરા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 20 લાખ ડસ્ટબીન આપવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં ભીનો અને સૂકો કચરો સાથે આવે છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદ સોલંકી ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમદાવાદના 17 મોટા ગાર્ડનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો અધિકારીઓ અને કર્મચારીઓએ ગાર્ડન ઉપર જઇ લોકોને સ્વચ્છતા જાળવવા સાથે જ ભીનો અને સૂકો કચરો અલગ નાખવા માટે સમજાવવામાં આવ્યા હતા. તેમજ કોમર્શિયલ જગ્યાઓ પર જઈ સોસાયટીમાં ચેરમેન સાથે કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ મીટીંગ કરશે અને સોસાયટીઓમાંથી નીકળતો કચરાનું ભીનો અને સૂકો કચરો અલગ આપે તે માટે સમજાવવામાં આવશે અને વિનંતી કરશે પીરાણા જેવો ડુંગર ન બને. સુકો અને ભીનો કચરો અલગ આવે તો સૂકા કચરામાંથી રિસાયક કરી શકાય સાથે જ ભીના કચરામાંથી ખાતર બનાવી અને ફરી યુઝ થઈ શકે.
હાલ તો લોકોને સમજાવવા માટે ત્રણ દિવસની ઝૂંબેશ ચલાવવામાં આવી છે. તેમ છતાં પણ લોકો સમજશે નહીં. અને કચરો રોડ ઉપર ફેંકશે. તો દંડની પણ કાર્યવાહી કરવામાં આવશે ડોર ટુ ડોર વહેલી સવારે જ કચરો લેવાય જાય. તેમજ 2000 જેટલા હોટલ અને રેસ્ટોરન્ટનનો પણ સાંજે જ કચરો લેવાઈ જાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
કચરાની તમામ ગાડી પર જીપીએસ લગાવી દેવામાં આવ્યું છે. દરેક ઝોનમાં એચઓ લેવલે મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ગાડી સમયસર જાય અને સમયસર કચરો લે તેનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ એ જણાવ્યું હતું કે, મારું અમદાવાદ સ્વસ્થ અમદાવાદ અંતર્ગત ભીનો અને સૂકો કચરો અલગ અલગ લોકો આપે તે માટે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય. અને જે સૂકો કચરો આવે છે તો તેમાંથી પ્લાસ્ટિક છે તે અલગ કરીએ અને બહેનોને રોજગારી મેળવી શકે તેમજ રિસાયક્લિંગ પણ કરી શકાય અને અમદાવાદ છે તે સ્વસ્થ શહેર બને કચરા મુક્ત શહેર બને તે માટેનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.