Home /News /ahmedabad /બાપ રે! હવે તો કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે પણ થઈ રહ્યું છે આવું વિચિત્ર કૃત્ય, કિસ્સો વાંચી ચોંકી જશો

બાપ રે! હવે તો કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે પણ થઈ રહ્યું છે આવું વિચિત્ર કૃત્ય, કિસ્સો વાંચી ચોંકી જશો

એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ખુદ પોલીસ નવાઈ પામી

અમદાવાદ: શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના ચોપડે અનેક ફરિયાદો નોંધાય છે. જેમાં બેન્ક ફ્રોડ કે કોઈ સ્કીમ કે ગિફ્ટના બહાને લોકો સાથે ઠગાઈ થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. સાથે જ એક તરફી પ્રેમમાં કેટલાક લોકો ફેક સોશ્યલ મીડિયા આઇડી  કે ફેક ઇમેઇલ આઇડી બનાવતા હોવાનું પોલીસ ચોપડે નોંધાતુ હતું. પરંતુ હવે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ખુદ પોલીસ નવાઈ પામી હતી. શું છે સમગ્ર મામલો કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે એક આરોપીએ અંગત લાભ માટે લોકોને ફેક આઇડી પરથી લોકોને ઇમેઇલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને બાદમાં તપાસ દરમિયાન બે આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે. ગ્રામ્ય સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાણીતી પ્રાઇવેટ હોસ્પિટલના નામથી કિડની ટ્રાન્સપ્લાન્ટના જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલનું ફેક આઇડી બનાવી ઇમેઇલ કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વ્યવસ્થા કરી આપશે તેવો મેસેજ કરાયો હતો. જે આધારે ગ્રામ્ય સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેની ટેક્નિકલ તપાસ દરમિયાન બે લોકોની સંડોવણી સામે આવી હતી. જેની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને બે આરોપીની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ચાંદખેડાના રાજન રાજપૂત અને ચાંદખેડાના યશ ઉર્ફે પ્રથમ શુક્લની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી તો માત્ર પોતાના અંગત લાભ માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બંને આરોપીઓએ કેવી રીતે ફેક ઇમેઇલ આઇડી બનાવ્યું અને કેટલા લોકોને આવા ઇમેઇલ મેસેજ કર્યા છે તે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની સાથે વધુ કોઈ લોકો સંડોવાયેલા લોકો છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે.સાયબર ક્રાઇમે ફેક ઇમેઇલ કરનાર આરોપીને હસ્તગત કર્યા, વધુ તપાસ શરૂ

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેર પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચના ચોપડે અનેક ફરિયાદો નોંધાય છે. જેમાં બેન્ક ફ્રોડ કે કોઈ સ્કીમ કે ગિફ્ટના બહાને લોકો સાથે ઠગાઈ થતી હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. સાથે જ એક તરફી પ્રેમમાં કેટલાક લોકો ફેક સોશ્યલ મીડિયા આઇડી  કે ફેક ઇમેઇલ આઇડી બનાવતા હોવાનું પોલીસ ચોપડે નોંધાતુ હતું. પરંતુ હવે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે જાણીને ખુદ પોલીસ નવાઈ પામી હતી.

શું છે સમગ્ર મામલો


કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે એક આરોપીએ અંગત લાભ માટે લોકોને ફેક આઇડી પરથી લોકોને ઇમેઇલ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જે મામલે ગ્રામ્ય સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો અને બાદમાં તપાસ દરમિયાન બે આરોપીને હસ્તગત કરી લેવામાં આવ્યો હોવાની જાણકારી મળી છે.

આ પણ વાંચો : ગુજરાત ચૂંટણી પહેલા અમદાવાદમાં ગુનેગારો બેફામ! બે લોકો હથિયાર સાથે પકડાયા તો કરોડોની થઈ લૂંટ 

ગ્રામ્ય સાયબર ક્રાઇમને ફરિયાદ મળી હતી કે વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી જાણીતી પ્રાઇવેટ હોસ્પિટલના નામથી કિડની ટ્રાન્સપ્લાન્ટના જરૂરિયાતમંદ લોકોને હોસ્પિટલનું ફેક આઇડી બનાવી ઇમેઇલ કરી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વ્યવસ્થા કરી આપશે તેવો મેસેજ કરાયો હતો. જે આધારે ગ્રામ્ય સાયબર સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેની ટેક્નિકલ તપાસ દરમિયાન બે લોકોની સંડોવણી સામે આવી હતી.

આ પણ વાંચો :  અમદાવાદમાં પણ મોરબીવાળી થઈ શકે છે!, લાલ બહાદુર શાસ્ત્રી બ્રિજની હાલત અતિ બિસ્માર

બે આરોપીઓની પોલીસે કરી ધરપકડ


જેની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસને બે આરોપીની માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ચાંદખેડાના રાજન રાજપૂત અને ચાંદખેડાના યશ ઉર્ફે પ્રથમ શુક્લની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરી તો માત્ર પોતાના અંગત લાભ માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આ બંને આરોપીઓએ કેવી રીતે ફેક ઇમેઇલ આઇડી બનાવ્યું અને કેટલા લોકોને આવા ઇમેઇલ મેસેજ કર્યા છે તે બાબતે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીઓની સાથે વધુ કોઈ લોકો સંડોવાયેલા લોકો છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે.
Published by:Bansari Gohel
First published:

विज्ञापन
विज्ञापन