અમદાવાદ: શહેરમાં રહેતા NIDના પૂર્વ સેક્રેટરીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ પ્રકાશ ભલ્લાએ સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. સાબરમતી નદીમાં વૃદ્ધની લાશ તરતી મળી આવી હતી. જ્યારે લાશ પાસેથી વિઝીટીંગ કાર્ડ અને સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. સ્યુસાઈટ નોટમાં તેમણે પોતાના અંગ દાનનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે સ્યુસાઈટ નોટના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
તેમની લાશ નદીમાં તરતી મળી આવી
અમદાવાદમાં રહેતા NIDના નિવૃત સેક્રેટરીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી છે. તેમણે સાબરમતી નદીમાં ઝંપલાવી આપધાત કરી લીધો છે. નદીમાં તેમની લાશ તરતી મળી આવી હતી. જે બાબતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, જે વૃદ્ધની લાશ મળી આવી છે તેઓ 83 વર્ષીય એનઆઇડીના પૂર્વ સેક્રેટરી છે.
પ્રેમ પ્રકાશ ભલ્લાએ સ્યુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો છે. પોલીસ તપાસમાં તેમની સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પ્રેમ પ્રકાશ ભલ્લાનો પુત્ર અને પુત્રી અમેરિકામાં રહેતા હતા. જ્યારે તેઓ તેમની પત્ની સાથે આનંદનગર વિસ્તારમાં રહેતા હતા. કોઈની પર આધારિત નહીં રહેવાની બાબતે તેઓ તણાવમાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેઓ ઉંમરના કારણે માનસિક તણાવમાં રહેતા હોવાનું ખુલ્યું છે. સાથે જ તેમણે સ્યુસાઈડ નોટમાં અંગદાન કરવાનો ઉલ્લેખ કર્યો છે.