Home /News /ahmedabad /અમદાવાદ: એક યુવકે બાઇકને ચાંપી આગ, કારણ પણ ચોંકાવનારો

અમદાવાદ: એક યુવકે બાઇકને ચાંપી આગ, કારણ પણ ચોંકાવનારો

યુવકે બાઇક પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધું હતું

Ahmedabad Crime: પરિવાર સુતો હતો ત્યારે યુવકે બાઇક પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધું હતું. આસપાસના લોકોએ બુમાબુમ કરીને પરિવારને ઉઠાડ્યો

અમદાવાદ: શહેરના માધવપુરા વિસ્તારમાં મોડીરાતે એક યુવકનું બાઇક સળગાવીને યુવક નાસી જતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો છે. માધવપુરામાં રહેતા યુવકે કોઇપણ અદાવત વગર બાઇક પર પેટ્રોલ છાંટીને સળગાવી દીધું હતું. પરિવાર સુતો હતો ત્યારે યુવકે આગચંપી કરી દીધી હતી. જેથી આસપાસના લોકોએ બુમાબુમ કરીને પરિવારને ઉઠાડ્યા હતા.

ભાભીએ જોરજોરથી બુમો પાડી

માધવપુરા વિસ્તારમાં આવેલા આલમપુરાની ચાલીમાં રહેતા હસમુખભાઇ બોડાણાએ માધવપુરા પોલીસ સ્ટેશનમાં મહાદેવ ઉર્ફે રવિ ચૌહાણ (રહે. નકળંગપુરાની ચાલી, માધવપુરા) વિરૂદ્ધ ફરિયાદ કરી છે. હસમુખભાઇ મહેશ્વરી એસ્ટેટમાં ફેબ્રિકેશનનું કામ કરીને પોતાનું અને પિરવારનું ગુજરાન ચલાવે છે. મોડીરાતે હસમુખભાઇ તેના પરિવાર સાથે ઘરે હાજર હતા ત્યારે તેમના ભાભી મધુબહેને જોરજોરથી બુમો પાડવાની શરુ કરી દીધી હતી. હસમુખભાઇ અને તેમનો પરિવાર બહાર આવીને જોયુ તો તેમની પલ્સર બાઇક સળગી રહ્યું હતું. આસપાસના લોકોએ પાણી છાંટીને બાઇક પર લાગેલી આગને કાબુમાં લીધી હતી.

આ પણ વાંચો: ક્રાઈમ પેટ્રોલમાં આવતા કિસ્સાની જેમ ખોવાઈ જઈશ: પતિએ આપી પત્નીને ધમકી

કેમ બાઇકને ચાંપી આગ?

બાઇક કોઇએ જાણી જોઇને સળગાવ્યું હોવાથી હસમુખભાઇએ પોલીસ કન્ટ્રોલ રુમમાં જાણ કરી દીધી હતી. જેથી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં હસમુખભાઇને જાણવા મળ્યુ હતું કે, માધવપુરા વિસ્તારમાં રહેતા મહાદેવ ઉર્ફે રવિ ચૌહાણ બાઇકને આગ લગાવીને નાસી ગયો છે. માધવપુરા પોલીસે તપાસ કરી તો સામે આવ્યું કે, મહાદેવે ચૌહાણે બાઇકને આગ લગાવી છે. પોલીસે મહાદેવ ચૌહાણ વિરૂદ્ધ ગુનો દાખલ કરીને હસમુખભાઇનું બાઇક કયા કારણોસર સળગાવ્યું તે મામલે તપાસ શરૂ કરી છે. જોકે, બાઈક પાછળ આગ લગાવવા પાછળનું કારણ શું હોઈ શકે છે, તે પણ એક મોટો સવાલ છે અને જે તપાસ બાદ બહાર આવશે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन