Home /News /ahmedabad /અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટનામાં ઘટસ્ફોટ, પતિએ પત્નીની હત્યા કરી લગાવી આગ

અમદાવાદ: ગોદરેજ ગાર્ડન સિટીમાં આગની ઘટનામાં ઘટસ્ફોટ, પતિએ પત્નીની હત્યા કરી લગાવી આગ

પતિએ પત્નીની હત્યા બાદ આગ લગાવી

Ahmedabad Fire: ગોદરેજ ગાર્ડન સિટી આવેલી બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ. ફાયરની 6 ગાડી ઘટના સ્થળે

    અમદાવાદ: શહેરમાં ફરી એક વખત રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. ગોદરેજ ગાર્ડન સિટી આવેલી બિલ્ડિંગમાં આગ લાગી છે. ગોદરેજ ગાર્ડન સિટીમાં ઈડન V બ્લોકના ચોથા માળે આગ લાગતાં અફરાતફરી મચી ગઇ છે. આગની આ ઘટનામાં એકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને પગલે ફાયરની 6 ગાડી ઘટના સ્થળે દોડી આવી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે, આગની ઘટના પાછળ ઘર કંકાસ બાદ પત્નીની હત્યા કરી આગ લગાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

    પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં લગાવી આગ

    આગની આ ઘટનામાં ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. આ ઘટના પાછળ મૂળ પતિ-પત્ની વચ્ચેનો ઝઘડો જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીની જ ઘાતકી હત્યા કરી હોવાની હકિકત સામે આવી રહી છે. ખૂદ પતિએ તેની પત્નીનું ગળું કાપી હત્યા નિપજાવી હતી. જે બાદ ઘબરાઇ ગયેલા આરોપી પતિએ ઘરમાં આગ લગાવી હતી. પતિએ હત્યાની ઘટના છૂપાવવા માટે આગનું તરખટ રચ્યું હોવાનું સામે આવ્યું છે.



    મળતી માહિતી અનુસાર, મૃતકનું નામ અનિતા બઘેલા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં પેપર કપ પર પ્રતિબંધ મુદ્દે અસમંજસ, સત્તાધિશો-અધિકારીઓ સામસામે

    લોકો બચાવ માટે ધાબા પર દોડ્યાં

    આજે સવારે ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ટાવરમાં આવેલા V બ્લોકના ચોથા માળે આગ લાગી હતી. 12 માળની બિલ્ડીંગમાં આગ લાગતાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. આગના પગલે બિલ્ડિંગમાં રહેતા લોકોએ દોડધામ કરી હતી. જ્યારે આગ લાગતાં અમુક લોકો નીચેની તરફ દોડ્યાં હતાં, જ્યારે અમુક લોકો ધાબા પર ચડ્યા હતા. આગ લાગતા 10 લોકો ટેરેસ તરફ દોડ્યાં હતાં, જ્યારે 12 માળની આ બિલ્ડીંગમાં લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Fire News, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन