Home /News /ahmedabad /ઘુમામાં આગ કાબુમાં લેવા ફાયર બ્રિગેડે માગ્યો ચાર્જ, ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ લેવોયો મહત્ત્વનો નિર્ણય

ઘુમામાં આગ કાબુમાં લેવા ફાયર બ્રિગેડે માગ્યો ચાર્જ, ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ લેવોયો મહત્ત્વનો નિર્ણય

નોંધનીય છે કે, ઘૂમા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં બે વર્ષ અગાઉ સમાવવામાં આવ્યો હતો.

Ahmedabad News: કંટ્રોલરુમમાં કોલ એટેન્ડ કરનાર કર્મચારીએ ફોન પર જણાવ્યુ હતુ કે, ઘૂમા કોર્પોરેશનની હદ બહાર આવે છે. અમે ગાડી મોકલીશુ તો ચાર્જ લાગશે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરના ફાયર વિભાગની એક ઓડિયો ક્લિપ હાલ ઘણી જ વાયરલ થઇ રહી છે. જેમાં ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના ઘૂમા ખાતે આવેલા લક્ષ્મીચંદ એવન્યૂમાં રહેતા એક મકાનમાં ગુરુવારે વહેલી સવારે આગ લાગી હતી. જેથી તેમણે અમદાવાદ ફાયર કંટ્રોલરુમનો સંપર્ક કરી આગ પર કાબુ મેળવવા માટે આવવા કહ્યુ હતુ. કંટ્રોલરુમમાં કોલ એટેન્ડ કરનાર કર્મચારીએ ફોન પર જણાવ્યુ હતુ કે, ઘૂમા કોર્પોરેશનની હદ બહાર આવે છે. અમે ગાડી મોકલીશુ તો ચાર્જ લાગશે. જેથી રહિશોએ તેમને બોલાવ્યા ન હતા અને જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો. નોંધનીય છે કે, ઘૂમા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારમાં બે વર્ષ અગાઉ સમાવવામાં આવ્યો હતો.

રહીશોએ જાતે જ બુઝાવી આગ


આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે ઘૂમા વિસ્તારમાં આવેલા લક્ષ્મીચંદ એવન્યૂમાં રહેતા એક રહીશમાં મકાનમા વહેલી સવારે 4.30 કલાકની આસપાસ શોર્ટ સરકીટ થવાથી આગ લાગી હતી. જેથી તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. જે બાદ પાડોશીઓએ તાત્કાલિક ફાયર કંટ્રોલરુમના 101 નંબર ઉપર સંપર્ક કર્યો હતો. કંટ્રોલરુમમાં એ સમયે હાજર કર્મચારીએ ઘૂમા વિસ્તાર મ્યુનિ.હદ બહાર આવતો હોવાથી ગાડી મોકલીશુ તો ચાર્જ લાગશે એમ જણાવ્યુ હતુ. જેથી રહિશોએ ગાડી મોકલવાની ના પાડી દીધી હતી.

આ પણ વાંચો: ખંભાળિયાના ખેડૂતનો શોર્ટ સર્કિટને કારણે 25 વિઘામાં તૈયાર પાક બળીને ખાખ

ફાયરે હવે બદલ્યો નિર્ણય


એમ.પી મિસ્ત્રી, એડી. ચીફ ફાયર ઓફિસરે ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, અમદવાદ કોર્પોરેશનની હદ બહાર વિસ્તાર લાગતો હોય તો ચાર્જ લેવામાં આવતો હોય છે તે કોર્પોરેશનનો નિયમ છે. પરંતુ ઘુમા કોર્પોરેશનની લિમિટમાં છે. આ ઘટના બાદ કોર્પોરેશન દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે, જો નજીક હોય તો વાહન મોકલી આપવું અને એ રીતે હવે મોકલી આપવામાં આવશે.



ફાયર વિભાગની આ ગંભીર પ્રકારની બેદરકારીનો ઓડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હીતેશ બારોટના ધ્યાન ઉપર લાવવામા આવતા તેમણે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રીને બોલાવી આ પ્રકારે જવાબ આપનારા ફાયર વિભાગના કર્મચારી સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવા તેમજ કોઈપણ વિસ્તારમા આગની ઘટના બને તે જ સમયે ફર્સ્ટ રીસ્પોન્સ તરીકે ફાયરના વાહન તાત્કાલિક મોકલી આપવા કડક સુચના આપી હતી.
First published:

Tags: Ahmedabad fire, Ahmedabad news, Gujarat News