અમદાવાદઃ ખોટી રીતે જમીન પચાવી પડાવનાર 24 સામે FIR કરાશે

News18 Gujarati
Updated: July 23, 2019, 8:51 PM IST
અમદાવાદઃ ખોટી રીતે જમીન પચાવી પડાવનાર 24 સામે FIR કરાશે
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેના અધ્યક્ષ સ્થાને અમદાવાદ જિલ્લા જમીન તકેદારી સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમા જમીન ખોટી રીતે પચાવી પાડવાની પ્રાથમિક તપાસમાં બહાર આવતા 24 સામે એફ.આઇ .આર નોંધવા અમદાવાદ જિલ્લા કલેકટર ડો.વિક્રાંત પાંડેએ સૂચના આપી છે.

જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં જમીન અંગેની ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી હતી.જમીનના ખોટા દસ્તાવેજો સહિત વિવિધ કિસ્સાઓમાં ખોટી રીતે પચાવી પાડવાનું પ્રાથમિક તપાસમાં જણાતા જિલ્લા કલેકટરશ્રી એ આ સૂચના આપી હતી.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી પૂરવા આદેશ

જિલ્લા તકેદારી સમિતિમાં આજે 65 કેસની સમીક્ષા કરવામાં આવી હતી જેમાંથી 61નો નિકાલ કરવામાં આવ્યો હતો અને ચાર કેસોમાં સમાધાન થયું હતું.
આ બેઠકમાં નિવાસી જીલ્લા કલેકટર  હર્ષદ વોરા,પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
First published: July 23, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com