Home /News /ahmedabad /અમદાવાદ : મેટ્રો મોનીયલ સાઈટ પર જીવનસાથી શોધવું ભારે પડ્યું, ગજબ રીતે 21 લાખ પડાવ્યા

અમદાવાદ : મેટ્રો મોનીયલ સાઈટ પર જીવનસાથી શોધવું ભારે પડ્યું, ગજબ રીતે 21 લાખ પડાવ્યા

અમદાવાદ ફ્રોડ કેસ

Fraud Case : મેટ્રો મોનીયલ સાઇટ (Metro Moniel site) પર જીવનસાથી (Spouse) શોધી રહેલ અમદાવાદ ની એક યુવતી નો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણે નો છે. અને પોતે વર્ષો થી યું.કે માં રહે છે તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે

વધુ જુઓ ...
અમદાવાદ : લગ્ન વાંછુક યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં રહેતી યુવતીને મેટ્રો મોનીયલ સાઈટ પરથી જીવન સાથે શોધવું ભારે પડ્યું છે. યુવતી ને એક યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ અલગ ટેકસ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે.

મેટ્રો મોનીયલ સાઇટ પર જીવનસાથી શોધી રહેલ અમદાવાદ ની એક યુવતી નો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણે નો છે. અને પોતે વર્ષો થી યું.કે માં રહે છે તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. તેમજ નાનપણથી યુકેમાં આવી ગયેલ છે તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે અને ભારતમાં રહેવા માગે છે તેવુ દર્શાવી ફરીયાદી સાથે ચેટ દ્રારા તેમજ વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી ફરીયાદીશ્રીનો વિશ્વાસ અને ભરોશો કેળવ્યો હતો.

બાદ માં આરોપી એ યુ.કે. થી પાર્સલ મોકલેલ જેમાં યુ.કે. ની કરન્સી છે જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય છે. જે પાર્સલ છોડવવા માટેનું જણાવેલ ત્યાંર બાદ આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગ બોલાતા હોવાનું જણાવી યુ.કે થી પાર્સલ આવેલ છે તેવુ ફરીયાદીને જણાવી તેમજ આરોપીઓએ મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેમ કહીને અલગ અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટ માં ભરાવ્યા હતાં. જો કે આ અંગે યુવતી એ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ એ દિલ્હી થી ઇરફાનખાન નામના આરોપી ને ઝડપી લીધો છે. પોલીસ તપાસ માં ફરીયાદી ના બેંક એકાઉન્ટ માથી પક્ડાયેલ આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાં રૂપીયા 9 લાખ 75 હજાર ફ્રોડના નાણા જમા થયેલાનું જણાઇ આવેલ છે.

આ પણ વાંચોઅમદાવાદ : વારંવાર પિયર જવાનું થાય છે! તો આ કહાની વાંચશો, 'એક યુવતી સાથે થયું એવું...'

છેતરપિંડી આચરવા માટે આરોપીએ પોતાના આધાર કાર્ડ માં તેના વતનનું એડ્રેસ હતુ, તે બદલી ગૌતમબુધનગર વેસ્ટ સહાવેરી નોયડાનું કરાવી આ આધાર કાર્ડ ઉપર એક નવુ સીમ કાર્ડ ખરીદ કરી ફરીયાદી ના ફ્રોડના નાણા મેળવવા માટે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી નવુ સીમ કાર્ડ લીધેલ તેનો નંબર બેંક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવી ફ્રોડ કરેલાની કબુલાત કરેલ છે. હાલ માં પોલીસ એ આરોપી ની ધરપકડ કરી ને આ ગુના માં અન્ય કેટલા આરોપી ઓ સંડોવાયેલ છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad news, Bank Fraud, Bank Fraud News, Canada visa fraud, Fraud case, Fraud News, Online fraud

विज्ञापन