Home /News /ahmedabad /અમદાવાદઃ સસરાએ જમાઇને શીખવ્યું આ ગંદુ 'હુનર', બન્નેના કાંડ સાંભળી હોશ ઉડી જશે

અમદાવાદઃ સસરાએ જમાઇને શીખવ્યું આ ગંદુ 'હુનર', બન્નેના કાંડ સાંભળી હોશ ઉડી જશે

અમરાઇવાડી પોલીસે એક ચોરીના ગુનામાં સસરા-જમાઈની ધરપકડ કરી

Ahmedabad Crime: સસરા-જમાઈના કારસ્તાન. વડોદરામાં રહેતા સસરાએ અમદાવાદમાં રહેતા જમાઈને શીખવ્યું 'હુનર'. પોલીસની ગિરફતમાં આવતાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદઃ અત્યાર સુધી વાહન ચોરીને અંજામ આપતી ગેંગ વિશે અનેક કિસ્સાઓ સાંભળ્યા કે વાંચ્યા હશે પણ એક એવી પણ ગેંગ છે કે જેના માસ્ટર માઈન્ડ સસરા અને જમાઈ છે. સસરા-જમાઈની આ જોડીએ અનેક ચોરીને અંજામ આપ્યો છે. જોકે, હાલ તો અમરાઇવાડી પોલીસે એક ચોરીના ગુનામાં સસરા-જમાઈની ધરપકડ કરી છે.

સસરા-જમાઈની જોડી આઇસર ચોરી ફરાર થઈ ગયા હતા

અમરાઇવાડી પોલીસની ગિરફ્ત બદ્રરુદિન ઉર્ફે અનવર સૈયદ અને સાહીદ ઉર્ફે શહીદ અરબ આવ્યા છે. આ બંને આમ તો સસરો અને જમાઈ થાય છે. આ સસરા-જમાઇની જોડી ભેગી મળીને વાહન ચોરીને અંજામ આપે છે. અમદાવાદનાં અમરાઇવાડી વિસ્તારમાંથી થોડા દિવસ પહેલા એક આઇસર ચોરીની ઘટના બની હતી, જેની ફરિયાદને આધારે પોલીસે આ સસરા-જમાઈની ધરપકડ કરી છે. સસરા-જમાઈની જોડી આઇસર ચોરી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે ધરપકડ બાદ પૂછપરછ કરતા આ બંનેએ અન્ય ચોરીઓની પણ કબૂલાત આપી હોવાનું આઇ ડીવીઝન એસીપી કૃણાલ દેસાઇએ જણાવ્યું છે.

આ પણ વાંચો: દેવાયત ખવડની મકરસંક્રાંતિ જેલમાં જ જશે, જામીન નામંજૂર

એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી

સસરા-જમાઈ કેવી રીતે સાથે ચોરી કરવા લાગ્યા તે બાબતે પોલીસે તપાસ કરતા અનેક બાબતો સામે આવી હતી. આરોપી સસરા બદરુદ્દીન વડોદરા રહે છે અને વાહન ચોરીમાં નિપુણ છે. બદરુદ્દીનનો જમાઈ શહીદ અમદાવાદ રહે છે. એક વખત સસરાને ચોરી કરવા માટે જમાઈએ ટીપ આપી હતી અને બાદમાં બંને સાથે જ વાહન ચોરી કરવા નીકળતા હતા.

આવી રીતે કરતાં ચોરી?

પોલીસ પૂછપરછમાં સામે આવ્યું છે કે, સસરા-જમાઈએ અમરાઇવાડીમાંથી આઇસર ચોરી સહિત અન્ય પાંચ ચોરીની પણ કબૂલાત આપી છે. જેમાં ઉતરપ્રદેશના સિકંદરારાવ, ખોખરા, બગોદરા, આણંદ ટાઉન, ભરૂચમાં પણ વાહન ચોરી કરી હોવાની હકીકત સામે આવી છે. સસરા-જમાઈની જોડી હાઈવે પર અથવા અન્ય કોઈ જગ્યાઓ પર પડેલા વાહનોની ચોરી કરતા હતા. ખાસ કરીને જ્યાં સીસીટીવી હોતા નથી અથવા વાહનો સીસીટીવીની નજરમાં આવે નહીં, તે રીતે પાર્ક કરેલા હોય તો તેના વાયરીંગ દ્વારા વાહન શરૂ કરી લઈ ચોરી કરતા હોવાનું અમરાઇવાડી પીઆઇ જે. વી. રાઠોડએ જણાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સસરા બદરુદ્દીન અને જમાઈ શહીદ દ્વારા છ જેટલા વાહન ચોરીની કબૂલાત કરી છે. ઉપરાંત સસરા બદરુદ્દીન અગાઉ ગુજરાતના અનેક જિલ્લાઓમાં 26 જેટલા ગુનાઓમાં ઝડપાઇ ચૂક્યો છે. હાલ તો અમરાઇવાડી પોલીસે સસરા-જમાઈની જોડીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ વધુ કોઈ ચોરી કે અન્ય ગુનાઓ નોંધાયા છે કે કેમ અથવા તો સસરા-જમાઇ સાથે અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन