Home /News /ahmedabad /અમદાવાદ: પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ, આમ ફૂટ્યો ભાંડો

અમદાવાદ: પિતાએ કેફી પીણું પીવડાવી પુત્રી સાથે કર્યું ગંદુકામ, આમ ફૂટ્યો ભાંડો

પોલીસે પોકસો અને બળાત્કારની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે

Ahmedabad Crime: હેવાન પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગડી, વટવામાં રહેતી સગીરાને પિતા કેફી પીણું પીવડાવી બેભાન કરીને કરતો ગંદુકામ

અમદાવાદ: વટવામાં પિતાએ પુત્રીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. પિતા સગીરાને કામ કરતો ત્યાં લઇ જઇને શારીરિક સંબંધ બાંધતો હોવાનું સામે આવતા પોલીસે ધરપકડ કરી છે. વટવામાં રહેતી સગીરાને પિતાએ કેફી પદાર્થનું પીણું પીવડાવી બેભાન કરીને છેલ્લા એકાદ વર્ષથી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. એક દિવસ સગીરાને દુખાવો થતાં તેને તેની માતાને જાણ કરી હતી અને માતાએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો હતો. જેથી માતાએ પોતાના પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

હેવાન પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગડી

વટવામાં 16 વર્ષીય સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. જેમાં તેના પિતા છાપકામનું કામ કરે છે. આ હેવાન પિતાની પોતાની પુત્રી પર જ દાનત બગડી હતી. જેમાં પિતાએ એકાદ વર્ષ અગાઉ પુત્રીને ફોસલાવીને બહાર લઇ જઇને અડપલા કર્યા હતા. આટલું જ નહીં, પિતા સગીરાને કેફી પીણું પીવડાવીને બેભાન કરીને અલગ-અલગ જગ્યાઓ પર લઇ જઇને દુષ્કર્મ આચરતો હતો. જ્યારે અમરાઇવાડીમાં જ્યાં કામ કરતો તે જગ્યાએ પણ લઇ જઇને તેની પર અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો.

આ પણ વાંચો: મિત્રની પત્નીને એકલી જોઈ યુવકની દાનત બગડી, બાળકોને બહાર મોકલી કર્યું ગંદુ કામ

આવી રીતે ફૂટ્યો ભાંડો

જ્યારે પત્ની ઘરે ન હોય તો ત્યારે પણ તે સગીરાને ફોસલાવીને તેમજ ઠંડા પીણા સાથે કેફી પીણું પીવડાવીને બેભાન કરીને અડપલા કરીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો. એક દિવસ સગીરાને દુખાવો થતા તેણે માતાને કહેતા માતાએ તપાસ કરતા સમગ્ર ભાંડો સામે આવ્યો હતો. આ અંગે સગીરાની માતાએ પતિ સામે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

આ સમગ્ર બાબતને લઈને પોલીસે પોકસો અને બળાત્કારની કલમો હેઠળ ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, પૂર્વ વિસ્તારમાં રહેતા આરોપીએ તેની દીકરીને કઈ-કઈ જગ્યાએ લઇ જઇને આ ગંદુ કામ કર્યું, તે માટે થઈને મેડિકલ તપાસથી માંડીને આરોપીના રિમાન્ડ મેળવવા સુધીની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन