Home /News /ahmedabad /પરિવર્તન એ જ સંસાર : અમદાવાદનું આ પરિવાર મીંઢળ છોડ્યા પહેલા નવી વહુને મતદાન કરાવવા પિયર લઈ જશે 

પરિવર્તન એ જ સંસાર : અમદાવાદનું આ પરિવાર મીંઢળ છોડ્યા પહેલા નવી વહુને મતદાન કરાવવા પિયર લઈ જશે 

અમદાવાદનું આ પરિવાર મીંઢળ છોડ્યા પહેલા નવી વહુને મતદાન કરાવવા પિયર લઈ જશે 

ચૂંટણી પંચે ગુજરાતમાં તા.1 ડિસેમ્બર અને તા.5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે.નવેમ્બર અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવની ધૂમ છે.નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરનાં દિવસો હવે મેરેજના ફંકશનના રંગમાં ભંગ પાડનારૂ બની રહેશે.

વધુ જુઓ ...
  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
ગુજરાતમાં મતદાનના દિવસે જ ખૂબ લગ્નો હોવાને કારણે મતદાન કરવું કે લગ્ન કરવા એ લોકો માટે પ્રશ્ન બન્યો છે.ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં મુહુર્ત હોવાથી આ વખતે અમદાવાદમાં 35 હજાર લગ્નો યોજાયા છે. બેન્ડ બાજા બારાત સાથે આ વખતે રાજકીય ચૂંટણીની સાથે સાથે લગ્નના ઢોલની સિઝન પણ ચાલી રહી છે. 2, 4 અને 8 ડિસેમ્બરે શ્રેષ્ઠ મુહુર્ત હોવાથી ચિક્કાર લગ્નો યોજાશે. મતદાનને અસર થઈ શકે તેવું ઈવેન્ટ આયોજકો માની રહ્યા છે.

ચૂંટણી પંચે ગુજરાતમાં તા.1 ડિસેમ્બર અને તા.5 ડિસેમ્બરે ચૂંટણી માટે મતદાનની તારીખ જાહેર કરી છે.નવેમ્બર અને ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અને ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શિયાળુ લગ્નોત્સવની ધૂમ છે.નવેમ્બરના અંતિમ સપ્તાહમાં 5 દિવસ તેમજ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં બે મળીને કુલ 7 દિવસ લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે પરંતુ નવેમ્બર અને ડિસેમ્બરનાં દિવસો હવે મેરેજના ફંકશનના રંગમાં ભંગ પાડનારૂ બની રહેશે.

આ પણ વાંચો :  ગુજરાત ચૂંટણી : 'હું નહીં તો મારી પત્ની ચૂંટણી લડશે,' ભાજપના દબંગ નેતાનું એલાન
લગ્ન કે ચૂંટણી? પરિવારો મૂંઝાયા


ચૂંટણી પંચ મુજબ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર અને પાછા ખેંચવાની તારીખ 17 નવેમ્બર જ્યારે બીજા તબક્કા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર જ્યારે પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર નક્કી કરવામાં આવી છે. આ સંજોગોમાં જેનાં પણ લગ્ન શુભ મુહુર્તમાં નિર્ધાયા છે. તેમને ચૂંટણી પહેલાંની તૈયારીઓ નડશે. આવું જ એક પરિવાર અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહે છે. રાવલ પરિવારના એકના એક દીકરા નિલ રાવલનાં લગ્ન 11 નવેમ્બરનાં રોજ નિધાર્યા છે. જેને લઈને પરિવાર હાલ અસંમજસની સ્થિતીમાં છે કે તેમનાં પરિવારમાં લગ્નમાં કોણ કોણ સામેલ થઈ શકશે.

આ પણ વાંચો :  Ahmedabad : સિંધુભવન પર પોલીસ અને બુલેટસવાર વચ્ચે ગરમાગરમી, ટોપી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી

વરવધુ બંનેના પરિવારમાં મોટા ભાગે તમામ સરકારી નોકરી કરી રહ્યા છે ત્યારે ઈલેકશનના માહોલમાં હજુ સુધી રજા અપ્રુવ થઈ નથી શકી. આ અંગે વધુમાં જણાવતાં વરરાજાની માતા દિનાબેન રાવલના કહેવા પ્રમાણે હું બ્રહ્મ સમાજમાં વર્ચસ્વ ધરાવતી હોવાથી મારા સત્તાધારી પક્ષ સાથે ઘણાં પરિવારનાં મિત્રો જેવાં છે. ઘણાં કાઉન્સિલરો સાથે મારે ઘર જેવો સંબંધ છે પરંતુ હજુ સુધી કોઈનું કન્ફર્મેશન મળ્યું નથી. મારા મિત્રવર્તુળમાં તમામ લોકોને ચૂંટણીની મહત્વની જવાબદારી આપવામાં આવી છે જેથી ચૂંટણી કે લગ્ન ઓપ્શન સિલેક્ટ કરવું પોસિબલ નથી. આમંત્રણ આપું ત્યારે કાઉન્સિલરો કહે છે કે અમે ઘરે ગણેશ સ્થાપન કે મંડપ મુહુર્તમાં નહી આવી શકીએ, લગ્નમાં દોડાદોડીમાં ચોક્કસ આવી જઈશું.અમદાવાદ વસ્ત્રાલમાં રહેતાં પટેલ પરિવારની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે. પટેલ પરિવારના મોટા દીકરા હેનિલનાં લગ્ન 4 ડિસેમ્બરનાં રોજ છે. લગ્ન બાદની વિધી બાદ હેનિલ અને તેમનાં પત્ની 5 ડિસેમ્બરે મતદાન બુથ જવાના છે. સંજોગો એવાં છે કે વોટર આઈડીમાં હેનિલના પત્નીનું સરનામું મહેસાણાનું છે એટલે કે અમદાવાદથી હેનિલ અને તેમનો પરિવાર વોટિંગ કરીને મહેસાણા જશે અને ત્યાંથી લગ્ન બાદની કુળદેવી મંદિરમાં મિંઢળ છોડવા માટે જશે.

આ અંગે હેનિલ ના પિતા રમેશ પટેલ અને દક્ષાબેન પટેલના કહેવા પ્રમાણે અમે 6 મહિના પહેલાં ડિસેમ્બરનું મુહુર્ત નક્કી કર્યું હતુ ત્યારે ખબર નહોતી કે ચૂંટણી પણ ડિસેમ્બર જ જાહેર થશે અત્યારે સંજોગો એવાં બન્યા છે કે અમારા ઘરની વહુ મહેસાણાની છે અને અમારે લગ્ન બાદ મિંઢળ છોડવાની વિધી માટે અમારે મહેસાણા અમારા ગામડે  કુળદેવીનાં મંદિરમાં જવાનું છે. જેથી અમે એવું વિચાર્યું છે કે 4 ડિસેમ્બરે લગ્ન પતાવીને 5 ડિસેમ્બરે સવારે અમે કુળદેવી મંદિર જઈશું ત્યારે અમારી વહુ પણ મતદાન કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરીશું.
વેડિગ ફોટોગ્રાફરનું બિઝી શિડયુલડ


કોરોના બે વર્ષ બાદ લગ્નની સિઝન તો આવી છે પરંતુ આ વર્ષે લગ્ન અને ચૂંટણી બંને જોડે આવી છે. જેને લઈને ફોટોગ્રાફર અને વીડિયો ગ્રાફરનું પણ બિઝી શિડયુલ જોવા મળ્યું છે. એકસાથે બુકિંગ કરવાની સાથે ચૂંટણી માટે પોતાની ડોક્યુમેન્ટરી કરાવતાં સંભવિત ઉમેદવારો બીઝી છે ત્યારે પ્રિ વેડિંગ માટે પણ લગ્ન વાંચ્છુકો ફોટોગ્રાફી વીડિયોગ્રાફી કરાવી રહ્યા છે. આ અંગે ફોટોગ્રાફર દક્ષેશભાઈના કહેવા પ્રમાણે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં સૌથી વધારે લગ્ન છે લગભગ અત્યાર સુધીનાં આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં 35 હજાર લગ્ન થવાના છે અને તમામને ધામધુમથી કરવા છે. ડે નાઈટ ત્યારે બિઝી શિડયુલ છે તેમાંથી સમય કાઢીને કદાચ સંબંધીના લગ્નમાં જવું પણ શક્ય નથી. આ વર્ષે લગ્ન વાંચ્છુકો અને ઉમેદવારો બંનેનું ભાવિ એકસાથે નક્કી થવાનું છે.

આમ તો દેવદિવાળી, તુલસી વિવાહ બાદ શિયાળુ લગ્નોત્સવ આરંભાતા હોય છે પણ આ વર્ષે તુલસી વિવાહ સંપન્ન થયા બાદ કારતક વદ-8, ગુરૂવાર તા 17 નવેમ્બર સુધી શુક્રનો અસ્ત હોય લગ્નના મુહૂર્ત નથી. શુક્રના અસ્તમાં કોઇ પણ પ્રકારના શુભ કાર્યો કરવાનો નિષેધ હોય લગ્નના શુભ મુહૂર્ત મળતા નથી. બાદમાં તા.10 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી લગ્ન સિઝન રહેશે. જે દરમિયાન અનેક લગ્ન હોવાથી પરિવારજનોને મેનેજમેન્ટ અને મહેમાનના આવકાર બંનેની ચિંતા કોરી ખાય છે.
Published by:Bansari Gohel
First published:

Tags: Ahmedabad news, Election 2022, Gujarat Assembly Election, Voting

विज्ञापन
विज्ञापन