Home /News /ahmedabad /

ક્રાઇમ બ્રાન્ચના નામે રૌફ જમાવતી ટોળકી ઝડપાઇ, રિયલ પોલીસનો સામનો થતાં પર્દાફાશ

ક્રાઇમ બ્રાન્ચના નામે રૌફ જમાવતી ટોળકી ઝડપાઇ, રિયલ પોલીસનો સામનો થતાં પર્દાફાશ

વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ

Ahmedabad fake police: ક્રાઈમ બ્રાન્ચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ છે.

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચ (crime branch)ના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસે તોડ કરતી નકલી પોલીસ (fake police)ની ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ છે. બાઈક લઈને જઈ રહેલા અસલી પોલીસકર્મીને રોકી લાયસન્સ તથા આરસી બુક જેવા દસ્તાવેજો માંગી પરેશાન કરનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધી છે. પોલીસને આશંકા છે કે, આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાઈ શકે છે.

ખોખરા પોલીસે સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લિયાકત હુસેન શેખ નામના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીઓ ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મી તરીકે ઓળખ આપી વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવતા હતા. આરોપીઓ શહેરના કોઈપણ ચાર રસ્તે ઉભા રહી જતા અને પોતે ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હોવાનું જણાવી વાહનચાલકો પાસેથી ડોક્યુમેન્ટ ચેક કરતાં હતા અને કોઈપણ બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. જોકે, ગઈકાલે તેમણે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને રોક્યા હતા. તેમની પાસેથી લાયસન્સ સહિતના દસ્તાવેજોની માંગણી કરતા આ નકલી ટોળકીની કરતૂતોનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો: સુરત: પરિવાર બહાર જતાં જ ચોરો ત્રાટક્યાં, CCTV ફૂટેજના આધારે દબોચી લેવાયા

મહત્વનું છે કે, ગત મોડીરાતે ચારેય આરોપી પોતાની નંબર પ્લેટ વિનાની બે બાઈક લઈને હાટકેશ્વર બ્રિજના છેડે ઉભા હતા અને રૂપિયા પડાવવા માટે વાહન ચાલકોને રોકી રહ્યા હતા. તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગરદાનને આરોપીએ રોકી ડોક્યુમેન્ટ માંગ્યા હતા. જોકે, પોલીસકર્મીને શંકા જતાં તેમણે ડોક્યુમેન્ટ મંગાવવાના બહાને પોલીસને બોલાવી લીધી અને 4 નકલી પોલીસકર્મી ઝડપાઈ ગયા હતા. જે અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસે આરોપીઓએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે અને તેમની પાસે પોલીસકર્મીના બનાવટી ઓળખકાર્ડ છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News, Gujarat police

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन