Home /News /ahmedabad /અમદાવાદઃ ફરી એક વાર બોગસ કોલ સેન્ટર ધમધમતા થયા, બે જગ્યાએ પોલીસે કરી રેડ

અમદાવાદઃ ફરી એક વાર બોગસ કોલ સેન્ટર ધમધમતા થયા, બે જગ્યાએ પોલીસે કરી રેડ

ક્રાઇમબ્રાંચે શિવરંજનીમાં રેડ કરી એમેઝોન કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને છેતરપિંડી આચરનાર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો

Ahmedabad fake call center: એકાઉન્ટમાં એરર આવી હોઈ, ડિલિવરીમાં પ્રોબ્લેમનું જણાવી અમેરિકનો પાસેથી પડાવતાં પૈસા, બે જગ્યાએ પોલીસે કરી રેડ

અમદાવાદઃ એક સમય હતો જ્યારે કેટલાક પોલીસ અધિકારીઓની મહેરબાનીથી શહેરમાં અસંખ્ય બોગસ કોલ સેન્ટર ચાલતા હતા. તે સમયે પોલીસને પણ ભરપુર પૈસા મળતા હતા, ત્યારે હવે ફરી એકવાર શહેરમાં કોલ સેન્ટર ધમધમતા હોવાનું સામે આવ્યું છે.

અમેરિકનોને ભોળવીને આચરતા છેતરપિંડી

શહેર ક્રાઇમબ્રાંચે શિવરંજનીમાં રેડ કરી એમેઝોન કસ્ટમર કેરમાંથી બોલતા હોવાનું કહીને છેતરપિંડી આચરનાર કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો છે. એકાઉન્ટમાં એરર આવી હોઈ, ડિલિવરીમાં પ્રોબ્લેમનું જણાવી અમેરિકનોને ભોળવીને તેમના કાર્ડની વિગત મેળવી નાણાં પડાવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરાયો છે. મુખ્ય સંચાલક સહિત 13 શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે નિકોલ પોલીસે પણ અમેરિકન નાગરિકોને છેતરવાના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી છે.

ક્રાઈમ બ્રાંચે શિવરંજની પાસેના ઈસ્કોન સેન્ટરમાં ઓફિસ નં.301-304માં રેડ કરી અમેરિકન નાગરિકોને છેતરવા માટે તેમનું બેેંક બેલેન્સ જાણી પૈસા પડાવવાનું કાવતરું કરતી ગેંગ ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી મુખ્ય સંચાલક વિશાલ શાહ અને તેના 13 સાથીદારો એલન સીપરેન ફ્રાન્સિસ, રોશન વર્ગીસ, થોમસ વર્ગીસ, રાહુલ ગેગોરી, સ્ટીફન શિંદે, મોહીદ્દીન હલીમ સૈયદ, શિવમ ઉપેન્દ્ર સિંગ, શૈલેષ વિદ્યાધર મુળિક, સૌરભ દાસ, સચિન મષેકર અને સલમાન યુસુફ પઠાણ, મિહિર નરેન્દ્ર સાંખલા, પ્રતીક રાજ ચૌહાણ અને તબરેજ સઈદ સૈયદની ધરપકડ કરી હતી. જ્યારે મુંબઈનો કેવિન તથા જોની બંને વોન્ટેડ છે.

આ પણ વાંચો: 'મેં એક છોકરી બાવળની જાળીમાં બોલાવી છે તમે આવો,' પછી શું થયું?

કસ્ટમર કેરના નામે ઠગાઇ

આ તમામ આરોપીઓ અમેરિકન નાગરિકો કે જેમણે ખરીદીના ઓનલાઈન ઓર્ડર કર્યા હોય, તેમને ફોન કરી એમેઝોન કસ્ટમર કેરમાંથી બોલું છું, કહી એમેઝોન એકાઉન્ટની એરર સોલ્વ કરવાના ચાર્જના 200-500 ડોલર એપલ પે ગિફટ કાર્ડ તેમજ વોલમાર્ટ કાર્ડની વિગત મેળવી તેને વટાવી રૂપિયા મેળવી છેતરપિંડી કરતા હતા.

આમ ધમધમતું કોલ સેન્ટર

પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, અમેરિકન નાગરિકો પાસેથી ગિફટ કાર્ડની વિગતો મેળવ્યા બાદ તે કાર્ડની વિગતો કોલ સેન્ટરનો મુખ્ય સૂત્રધાર વિશાલ શાહ મુંબઈના જોનીને આપતો હતો. જોની તે નાણાંની પ્રોસેસ કરી તેના 40 ટકા કમિશન કાપીને બાકીના 60 ટકા નાણાં વિશાલને આંગડિયાથી મોકલી આપતો હતો. વિશાલ પોતે પણ ટેક્સ નાઉ એપ્લિકેશનના ઉપયોગથી અમેરિકનો સાથે વાત કરી પેમેન્ટ લેતો હોવાનું અને વીસી ડાયલર સોફટવેર વોન્ટેડ મુંબઈના કેવિન પાસેથી મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું. તો આ તમામ આરોપીઓ ડાયલર અને ક્લોઝર ઓપરેટર તરીકે કામ કરતા હતા અને અમેરિકન નાગરિકો સાથે તેમના દેશમાં ચાલતા નામ જેમ કે ડેવિડ જેક્શન, એલેન ફોકસ, એલેક્ષ, માર્ક જોન્સ, ક્રિસ્ટોફર, રૌલ વગેરે નામ ધારણ કરી અમેરિકન નાગરિકો સાથે વાત કરી વિશ્વાસ કેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

નિકોલમાંથી બેની ધરપકડ

નિકોલ પોલીસે અમેરિકન નાગરિકોને લોન ભરવા માટે ફોન કરી લોનની ભરપાઇ ન કરે તો તેમને ડરાવી ધમકાવી બેન્ક એકાઉન્ટ બંધ થઇ જશે, કહીને રોકડ કે ગિફ્ટ કાર્ડ થકી પૈસા પડાવતા હતા. નિકોલ પોલીસે આ મામલે ગુનો નોંધી પારસ દુબે અને ગોવિંદ પંચાલની ધરપકડ કરી લીડ આપનાર આદિત્ય દુબેની શોધખોળ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन