Home /News /ahmedabad /

એક જ રાતમાં અમદાવાદ જળબંબાકાર, 18 ઇંચ વરસાદ ખાબક્યો, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

એક જ રાતમાં અમદાવાદ જળબંબાકાર, 18 ઇંચ વરસાદ ખાબક્યો, જાણો કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો

અજિત મીલ વિસ્તાર

Heavy rainfall in Ahmedabad city. Roads and many houses submerged in water. School and Colleges shut due to extremely heavy rainfall. Heavy rain forecast in Central Gujarat. રવિવારે રાત્રે વરસાદ બંધ થવા છતાં સોમવારે સવારે અનેક સોસાયટીઓમાં પાણી જોવા મળ્યું હતું. અનેક સોસાયટીઓના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા.

વધુ જુઓ ...
    અમદાવાદ: અમદાવાદમાં એક જ રાતમાં જળબંબાકારની સ્થિતિ (Ahmedabad Heavy rain) ઊભી થઈ ગઈ છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 8.5 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે. અમુક વિસ્તારોમાં 18 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. શહેરની અનેક સોસાયટીઓમાં સોમવારે સવારે પણ જળબંબાકારની સ્થિતિ હતી. નીચાણવાળા વિસ્તારો જ નહીં, પરંતુ જ્યાં કોઈ દિવસ પાણી આવતું ન હતું તે વિસ્તારના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ભારે વરસાદને પગલે કાલ રાત્રે જ અમદાવાદમાં સ્કૂલો અને કૉલેજો બંધ રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સોમવારે સવારે ઓફિસ માટે નીકળેલા લોકો ખૂબ પરેશાન થયા હતા. કારણ કે અનેક વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર પણ પાણી ઓસર્યાં નથી. બીજી તરફ આજે પણ વરસાદની આગાહીની પગલે શહેરીજનો ફફડી ગયા છે.

    રસ્તાઓ પર વાહનોના થપ્પા લાગ્યા


    રવિવારે રાત્રે ફરવા માટે બહાર નીકળેલા લોકો ખૂબ પરેશાન થયા હતા. કારણ કે ભારે વરસાદને પગલે તેમના વાહનો રસ્તામાં જ બંધ થયા હતા. આ કારણ તેઓએ વાહનો રોડ પર જ મૂકીને ઘરે જવાની ફરજ પડી હતી. જેના પગલે રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા હતા. રોડ પર નદીઓની જેમ પાણી વહેતા વાહનો બંધ થઈ ગયા હતા.

    અનેક સોસાયટીઓમાં પાણી


    રવિવારે રાત્રે વરસાદ બંધ થવા છતાં સોમવારે સવારે અનેક સોસાયટીઓમાં પાણી જોવા મળ્યું હતું. અનેક સોસાયટીઓના તમામ ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના ઘરોમાં વરસાદના પાણી ઘૂસી ગયા હતા. અનેક વિસ્તારોમાં ગટરની લાઇનમાંથી પાણી બેક થતાં ડ્રેનેજની લાઇનમાંથી ઘરોમાં પાણી આવ્યા હતા.

    અમદાવાદમાં ઝોન પ્રમાણે વરસાદ:


    >>> પૂર્વ ઝોનમાં સરેરાશ 114.15 મી.મી. વરસાદ ખાબક્યો


    ચકુડીયા------ 199 MM
    ઓઢવ ------ 136 MM
    વિરાટનગર------ 170 MM
    નિકોલ------ 126 MM
    રામોલ------ 107 MM
    કઠવાડા------ 125 MM


    >>> પશ્ચિમ ઝોનમાં સરેરાશ 282.02 એમ.એમ. વરસાદ ખાબક્યો


    ટાગોર કંટ્રોલ------ 455 MM
    ઉસ્માનપુરા------ 369 MM
    ચાંદખેડા------ 85 MM
    રાણીપ------ 218 MM


    >>> ઉત્તર પશ્ચિમ ઝોનમાં સરેરાશ 223.01 મી.મી. વરસાદ ખાબક્યો


    બોડકદેવ------ 320 MM
    સાયન્સ સિટી ------ 180 MM
    ગોતા------ 214 MM
    ચાંદલોડિયા------ 177 MM


    >>> દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સરેરાશ 278.65 મી.મી. વરસાદ ખાબક્યો


    સરખેજ------ 251 MM
    જોધપુર------ 292 MM
    બોપલ------ 288 MM
    મક્તમપુરા------ 283 MM


    >>> સેન્ટ્રલ ઝોનમાં સરેરાશ 216 મી.મી. વરસાદ ખાબક્યો


    મ્યુનિસિપલ કોર્પોરેશન------ 230 MM
    દૂધેશ્વર------ ---202 MM

    >>> ઉત્તર ઝોનમાં સરેરાશ 135.82 મી.મી. વરસાત ખાબક્યો


    મેમ્કો------ 126.50 MM
    નારોલ ------ 123.60 MM
    કોતરપુર------ 158 MM


    >>> દક્ષિણ ઝોનમાં સરેરાશ 234.50 મી.મી. વરસાદ ખાબક્યો


    મણીનગર------ 267 MM
    વટવા ------ 202 MM
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Monsoon 2022, Rain forecast, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन