Home /News /ahmedabad /

અજબ પતિનું ગજબ નાટક! અમદાવાદમાં મિલકતમાં ભાગ ન પડે એટલા માટે રાતો રાત ઊભી કરી 'નકલી' પૂર્વ પત્ની

અજબ પતિનું ગજબ નાટક! અમદાવાદમાં મિલકતમાં ભાગ ન પડે એટલા માટે રાતો રાત ઊભી કરી 'નકલી' પૂર્વ પત્ની

સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા, (પ્રતિકાત્મક તસવીર)

Ahmedabad news: સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા, તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો.

અમદાવાદ (Ahmedabad): મણિનગરના એક રહેવાસી પર મિલકત પચાવી પાડવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. તે વ્યક્તિ પર સંયુક્ત મિલકત (joint property)માં 50% હિસ્સો પચાવી પાડવા પૂર્વ પત્નીના બનાવટી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરવાનો આરોપ મુક્યો હતો. આ માટે વેજલપુરમાં સબ-રજિસ્ટ્રાર (Sub-Registrar) ઓફિસમાં બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કારંજ પોલીસ સ્ટેશનમાં આ મામલે મંગળવારે FIR દાખલ (FIR filed at Karanj police station) કરવામાં આવી હતી.

વેજલપુરના સબ રજિસ્ટ્રાર મહેન્દ્ર પટેલે જણાવ્યું કે, આશિષ દેસાઈએ 9 સપ્ટેમ્બર 2018ના રોજ સબ રજિસ્ટ્રાર ઓફિસમાં એક મહિલાને પોતાની પત્ની તરીકે રજૂ કરી, તે મહિલાએ પોતાનું આધાર કાર્ડ (Aadhaar card) રજૂ કર્યું અને સ્વેચ્છાએ પ્રહલાદનરમાં સુરધારા સોસાયટીમાં આવેલા ઘરમાંથી પોતાનો 50% ભાગ આપી દીધો હતો.

આશિષ દેસાઈની પૂર્વ પત્ની સેજલ દેસાઈએ પોતાના વકીલના માધ્યમથી ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt)માં રજૂઆત કરીને વકીલે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, તેના પતિએ ખોટા દસ્તાવેજ બનાવીને રજૂ કર્યા અને તેને તેના અધિકારોથી વંચિત રાખી હતી.

વિયોગ ન સહેવાયો, મિત્રના આપઘાતના એક મહિનામાં જ યુવાને પણ જીવન ટૂંકાવ્યુ, વાંચો હૃદયદ્વાવક કિસ્સો

સેજલે પોતાના સોગંદનામામાં રજૂઆત કરી કે, તેણે વલસાડથી પોતાનું આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને તેની પાસે બીજું આધાર કાર્ડ પણ નથી અને તેની મંજૂરી પણ આપવામાં આવી નથી.

સેજલે જણાવ્યું કે, સબ રજિસ્ટ્રાર ઓફિસમાં મહિલા તરીકે ફોટો પડાવનાર મહિલાની વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. ફૂટેજ અને આધાર કાર્ડનો ફોટો જોઈને સાબિત થાય છે કે, તે કોઈ બીજી મહિલા હતી.

હવામાન વિભાગ Vs અંબાલાલ પટેલ: રાજ્યમાં વરસાદ સામાન્ય રહેશે કે ધોધમાર?

આશિષે આ પ્રકારે બનાવટી દસ્તાવેજો (Fake document) રજૂ કરતા કોર્ટે 24 જૂનના રોજ આશિષ સામે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કારંજ પોલીસે આશિષ સામે ચિટીંગ અને ખોટા દસ્તાવેજ (forged documents) રજૂ કરવાના આરોપસર FIR દાખલ કરી હતી.



સેજલ અને આશિષ વર્ષ 2016માં અલગ થઈ ગયા હતા, તે દરમિયાન વલસાડની સ્થાનિક કોર્ટે આશિષને રૂ. 20 લાખ અને બે બાળકો માટે રૂ. 15 લાખ આપવાનો આદેશ આપ્યો હતો. બે બાળકોની કસ્ટડી સેજલને આપવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन