Home /News /ahmedabad /અમદાવાદ: ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો આતંક, હવે સિવિલ હૉસ્પિટલમાંથી કરી ચોરી

અમદાવાદ: ઈકો કારના સાઇલેન્સરની ચોરી કરતી ગેંગનો આતંક, હવે સિવિલ હૉસ્પિટલમાંથી કરી ચોરી

પ્રતીકાત્મક તસવીર

Ahmedabad Eeco car silence theft case: અમદાવાદમાં પોલીસ માથે માથાનો દુઃખાવો બની કારના સાઇલેન્સર ચોરી જતી ગેંગ, સાઇલેન્સર ચોરી જવાની ચોથી ઘટના બની.

અમદાવાદ: શહેરમાં કારના સાઈલેન્સર (Car silencer theft case)ની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ગેંગે એક જ મહિનામાં ચોરીની ચોથી ઘટનાને અંજામ આપ્યો છે. હવે આ ગેંગે સિવિલ હૉસ્પિટલ (Ahmedabad civil hopspital)માં પાર્ક કરેલી ઇકો કાર (Eeco car)ને ટાર્ગેટ બનાવી છે. 1,200 બેડની સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી કોઈ ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરી ફરાર થઇ ગયું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાવા પામી છે. મૂળ આણંદમાં રહેતા સુરેશભાઈ ભોઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે.

ગઈકાલે અશોકભાઈ તેમની દીકરીની બંને ‌કીડની ખરાબ હોવાથી ઇકો કારમાં બેસાડી સારવાર અર્થે રાતના એક વાગ્યે કિડની હૉસ્પિટલ લાવ્યા હતા. સારવાર દરમિયાન તેમની દીકરી કોરોના પોઝિટિવ આવતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. અશોકભાઈ અને તેમનો દીકરો રાતના બે વાગ્યાની આસપાસ ઇકો કાર લઈ 1,200 બેડની હૉસ્પિટલના પાર્કિંગમાં કાર પાર્ક કરી કિડની હોસ્પિટલમાં પરત ગયા હતા.

આ પણ વાંચો: IRCTCની વેબસાઇટ બદલાઈ ગઈ, હવે ટ્રેન ટિકિટ બુકિંગ સાથે મળશે આ સુવિધા

બીજા દિવસે અશોકભાઈની દીકરીનો રિપોર્ટ નોર્મલ આવતાં તેઓ પાર્ક કરેલી ઇકો કાર લેવા ગયા હતા. અશોકભાઈ ઇકો કારની સાફસફાઈ કરી ગાડી ચાલુ કરવા ગયા ત્યારે કારનો અવાજ બદલાઈ ગયો હતો. જેથી તેમણે કારમાંથી ઊતરીને જોયું તો કોઈ તેમની કારમાંથી સાઇલેન્સર કાઢી ગયું હતું. અશોકભાઈ અને તેમના દીકરાએ આસપાસમાં સાઇલેન્સરની શોધખોળ કરી હતી પરંતુ સાઇલેન્સર મળી આવ્યું ન હતું.
" isDesktop="true" id="1060023" >

આ મામલે અશોકભાઈએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. આ પહેલા નરોડા અને સરખેજમાં ગોડાઉનમાંથી એક સાથે અનેક ઇકો કારનાં સાઇલેન્સરની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો. આ ઉપરાંત રામોલમાં પણ આ પ્રકારની ચોરીનો બનાવ સામે આવ્યો છે.
First published:

Tags: Ahmedabad police, Civil Hospital, કાર, ચોરી