Home /News /ahmedabad /અમદાવાદ: જેલમાંથી છૂટીને દત્તા મેમણે ફાયરિંગ કર્યું, તરત જ થઇ ગયો 'ગાયબ'

અમદાવાદ: જેલમાંથી છૂટીને દત્તા મેમણે ફાયરિંગ કર્યું, તરત જ થઇ ગયો 'ગાયબ'

આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણની ફાઇલ તસવીર અને સીસીટીવી ફૂટેજમાંથી લીધેલી તસવીર

Ahmedabad News: આરોપીએ વાહન લે વેચની બાબતે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું. દત્તા મેમણ એમ ડી ડ્રગ્સ અને વાહનચોરીનો આરોપી છે

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદઃ શહેરનો રામોલ વિસ્તાર એટલે દારૂ અને ગુનેગારોથી ભરેલો વિસ્તાર ગણાય છે. અહીં છાશવારે મોટી ઘટનાઓને  અંજામ આપવામાં ગુનેગારો સફળ રહેતા હોય છે અને પોલીસ પાંગળી બનીને જોતી રહી જાય છે. તેવામાં જ વધુ એક વાર ફાયરિંગની ઘટના રામોલ વિસ્તારમાં બનવા પામી છે. જેમાં માત્ર વાહન લે વેચની અદાવતમાં બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતને લઇને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણ એમડી ડ્રગ્સ અને વાહન ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે ફરાર આરોપીને શોધવામાં પાંગળી રામોલ પોલીસ કેટલી સફળ થાય છે તે જોવાનું રહેશે.

રામોલમાં રહેતા ઈરફાનભાઇ વોરા રીક્ષા ડ્રાઈવીંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજથી પાંચેક માસ અગાઉ તેણે તેની સોસાયટીમાં રહેતા તેના મિત્ર ઇસ્લાઈ સૈયદને તેનું વાહન વેચાણ આપવાનુ હોવાની વાત તેને કરતા તેણે બબલુ કે જે વાહન લે-વેચનુ કામકાજ કરતો હતો તેના મારફતે એક જીશાન મેમણને વાહન અપાવેલ હતુ. ત્યારબાદ તેણે પૈસા ન આપી વાયદાઓ કરતો હતો. એક મહિના બાદ ઇરફાનભઆઇ શાહઆલમ ખાતે જીશાન પાસે પૈસા લેવા માટે ગયો હતો, તે વખતે પણ જીશાન મેમણ મળ્યો નહોતો.

આ પણ વાંચો:  રાજ્યમાં ડબલ ઋતુનો માર! દ્વારકામાં ગાઢ ધુમ્મસનો કહેર

બીજા વીસ દિવસ પછી ફરીથી પૈસા લેવા જીશાનના ઘરે ઇરફાનભાઇ ગયા ત્યારે તેના પરિવારજનોએ જીશાન જેલમાં હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે ઇરફાનભાઇ તેમના મિત્રો સાથે પાન પાર્લર ખાતે ગયા તે વખતે વકીલખાન નામના વ્યક્તિએ જીશાન મેમણ જેલમાંથી છૂટી ગયો હોવાનું જણાવી તેને બોલાવી પૈસા બાબતે વાત કરવાનું નક્કી કર્યું હતું.

આરોપી જીશાન ઉર્ફે દત્તા મેમણ


આ પણ વાંચો: અમદાવાદમાં ફરીથી લાખોનું ડ્રગ્સ ઝડપાયું

આશરે વિસેક મિનિટ બાદ એક વાદળી જેવા કલરની ફોર વ્હીલર ગાડી લઇ જીશાન મેમણ આવ્યો હતો. તેની સાથે ગાડીમાં બીજા ત્રણ માણસો પણ હતા. આરોપી જીશાન મેમણે ગાડી ક્યા છે તુ મને ઓળખતો નથી હું કોણ છું? તેવુ કહી માથાકૂટ કરવા લાગ્યો હતો.



આરોપીએ બાદમાં લાફો મારી દીધો હતો. ઇરફાનભાઇને એમ કે જીશાન મેમણ કઈ છરી જેવુ હથીયાર કાઢશે જેથી તે  દૂર ભાગી ગયો હતો.



બાદમાં થોડે દુર જતા ફાયરીંગનો અવાજ આવતા ઇરફાનભાઇએ પાછુ વળીને જોયુ તો આ જીશાન મેમણના હાથમાં રીવોલ્વર જેવું હથીયાર હતું અને બાદ તે ફરીથી ફાયરીંગ ન કરે તે માટે તેની સામે કાચની બોટલ ફેંકી હતી. બાદમાં આજુબાજુમાં માણસો ભેગા થઈ જતા ગાડીમાં બેસીને આરોપી ભાગી ગયો હતો. પોલીસે આ મામલે હવે ગુનો નોંધી તપાસ કરતા આરોપી એમડી ડ્રગ્સ તથા વાહનચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત