Home /News /ahmedabad /અમદાવાદ: પાણીપુરીના કારણે સગા ભાઇએ ભાઇનો લીધો જીવ, પરિવાર વેર વિખેર

અમદાવાદ: પાણીપુરીના કારણે સગા ભાઇએ ભાઇનો લીધો જીવ, પરિવાર વેર વિખેર

સાબરમતી પોલીસ સ્ટેશન (ફાઇલ તસવીર)

Ahmedabad Crime: સાબરમતી વિસ્તારમાં નજીવી બાબતમાં એક પરિવાર વેર વિખેર થઇ ગયો છે. પાણીપુરી ખાવા જેવી નજીવી બાબતમાં નાના ભાઇએ જ મોટા ભાઇની હત્યા કરી દીધી છે.

    અમદાવાદ: સાબરમતી વિસ્તારમાં નજીવી બાબતમાં એક પરિવાર વેર વિખેર થઇ ગયો છે. પાણીપુરી ખાવા જેવી નજીવી બાબતમાં નાના ભાઇએ જ મોટા ભાઇની હત્યા કરી દીધી છે. ઘટના પર નજર કરીએ તો આરોપી અમિત પંડયા પાણીપુરી ખાવા બેઠો હતો, તેની સાથે તેનો નાનો ભાઈ પાણીપુરી ખાવા બેસી જતા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ઉશ્કેરાઈને નાના ભાઈએ તેના મોટા ભાઈની ગળુ દબાવી હત્યા કરી નાખી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

    બન્ને ભાઈઓ વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંત

    પોલીસ કસ્ટડીમાં આવેલો આરોપી અમિત પંડ્યા છે. જેણે પાણીપુરી ખાવા બાબતે પોતાના સગા મોટા ભાઈની હત્યા કરી દીધી. ઘટનાની વાત કરીએ તો સાબરમતી વિસ્તારમા રહેતા અજય પડ્યાં પોતાની ભાણી સાથે ઘરે હતા. બહેન અને બનેવી પકોડી ખાવા નીકળ્યા હતા, ત્યારે અજયભાઇએ પાણીપુરી ઘરે મંગાવી હતી. સાંજે 6 વાગે બેન બનેવી પકોડી લઈને આવ્યા ત્યારે નાનો ભાઈ અમિત પાણીપુરી ખાવા બેસી ગયો હતો. જેથી બન્ને ભાઈઓ વચ્ચે ઝઘડો થતા અમિતે પોતાના મોટા ભાઈનું ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. આ ઘટનાને લઈને સાબરમતી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

    આ પણ વાંચો: બેંકકર્મીએ અમદાવાદની હોટલમાં કર્યો આપઘાત

    મોટો ભાઈ અજય ઠપકો આપતા અમિત સાથે અવાર નવાર ઝઘડો થતા હતા

    મૃતક અજય પડયાના પિતા રીક્ષા ચાલક છે. જ્યારે અજય અને અમિત મજૂરી કરે છે અને સંયુક્ત પરિવારમાં રહે છે. મૃતકને સંતાનમાં એક દીકરી છે. જ્યારે આરોપી અમિતની પત્ની સાથે મનમેળ નહીં થતાં તે છોડીને પિયર જતી રહી હતી. મોટો ભાઈ અજય ઠપકો આપતા અમિત સાથે અવાર નવાર ઝઘડો થતા હતા. પાણીપુરી ખાવા બાબતે પણ ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા અમિતે ગળું દબાવીને ધક્કો મારીને હત્યા કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Ahmedabad news, Crime news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन