Home /News /ahmedabad /અમદાવાદ: સ્કૂટર પર લાખોનું ડ્રગ્સ લઇને જતો હતો ખેપિયો, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો

અમદાવાદ: સ્કૂટર પર લાખોનું ડ્રગ્સ લઇને જતો હતો ખેપિયો, પોલીસે આ રીતે ઝડપી પાડ્યો

સ્પેશિયલ ઓપરેશનલ ગ્રુપ

એસઓજીએ ખેપીયા પાસેથી 5.21 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કર્યુઃ ખેપીયો મધ્યપ્રદેશથી ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં એમડી ડ્રગ્સ દુષણ બનીને સામી આવી ગયુ છે. જેના કારણે આજની યુવા પેઢી બરબાદ થઇ રહી છે. પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દર ત્રણ ચાર દિવસે એમડી ડ્રગ્સનું વેચાણ કરતી નાની નાની માછલીઓને ઝડપી પાડીને જેલના હવાલે કરી રહી છે. પરંતુ ડ્રગ્સ વેચનાર લોકોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. ગઇકાલે એસઓજીની ટીમે 5.21 લાખ રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ લઇને પેડલર્સને આપવા જતા ખેપીયાની ધરપકડ કરી છે.

ખેપીયો ગોમતીપુર થઇને સરસપુર તરફ જઇ રહ્યો હતો ત્યારે એસઓજીની ટીમે તેને દબોચી લીધો હતો. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે, સરખેજ મોટા રોજા પાસે રહેતો ફેઝુલ મંસુરી મધ્યપ્રદેશથી એમડી ડ્રગ્સનો જથ્થો લઇને આવ્યો છે અને ગોમતીપુરના જાવેદ હુસેનને ડીલીવરી આપવા માટે જવાનો છે. બાતમીના આધારે એસઓજી ટીમ વોચમાં હતી ત્યારે ગોમતીપુરથી સરસપુર જવાના રોડ પર વ્હાઇટ કલરનું સ્કુટર લઇને એક શંકમદ યુવક જતો હતો.
એસઓજીની ટીમે તેને અટકાવ્યો હતો અને નામ ઠામ પુછ્યુ હતું.

આ પણ વાંચો: રાજકોટ: નકલી દારૂની ફેક્ટરી કેસમાં ઝડપાયા વધુ 3 આરોપીઓ

પૂછપરછમાં બહાર આવ્યુ હતુ કે, યુવકનું નામ ફેઝુલ મંસુરી છે અને તે સરખેજ મોટા રોજા પાસે રહે છે. એસઓજીએ ફેઝુલની અંગ ઝડપી કરતા તેની પાસેથી વ્હાઇટ કલરનો પાઉડર મળી આવ્યો હતો. એસઓજીએ તરતજ એફએસએલના અધિકારીને જાણ કરીને ઘટના સ્થળે બોલાવી દીધી હતી. જેમાં એફએસએલના અધિકારીએ સ્થળ પર વ્હાઇટ પાઉડરનું પરિક્ષણ કરતા તે એમડી ડ્રગ્સ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. એફએસએલએ આપેલા રીપોર્ટના આધારે એસઓજીએ ફેઝુલની ધરપકડ કરી લીધી હતી અને તરતજ વડી કચેરીએ લઇને આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદની કંપનીએ કર્મીચારીઓને ગિફ્ટમાં આપી કાર

પોલીસે ફેઝુલની પુછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે, તે એમડી ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી લાવ્યો હતો અને ગોમતીપુરમાં રહેતા જાવેદ હુસેનને આપવાનો હતો. એસઓજીએ ફેઝુલ પાસેથી 5.21 લાખની કિંમતનો એમ.ડી.ડ્રગ્સ જપ્ત કરીને તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.



હાલ ક્રાઇમ બ્રાંચે મધ્યપ્રદેશના હાજી અને ગોમતીપુરના જાવેદની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, ડ્રગ્સ

विज्ञापन