જાણો, મૃત વ્યક્તિને જીવંત કરવાનો દાવો કરનાર અમદાવાદી 'મુન્નાભાઇ'નું સત્ય

આખરે મરીને કોણ જીવીત થયુ છે. વાયરલ થયેલા મેસેજ પર વિશ્વાસ કરવો લગભગ અશક્ય છે

News18 Gujarati
Updated: May 16, 2018, 2:01 PM IST
જાણો, મૃત વ્યક્તિને જીવંત કરવાનો દાવો કરનાર અમદાવાદી 'મુન્નાભાઇ'નું સત્ય
આખરે મરીને કોણ જીવીત થયુ છે. વાયરલ થયેલા મેસેજ પર વિશ્વાસ કરવો લગભગ અશક્ય છે
News18 Gujarati
Updated: May 16, 2018, 2:01 PM IST
(દિપક સોલંકી, ન્યુઝ 18 ગુજરાતી)
અમદાવાદ: હિંદુ ધર્મમાં એક વાત ઘણી વાર સાંભળવા મળે છે. કહેવાય છે કે પતિવ્રતા સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પરત લઇ આવી હતી. પરંતુ તે તો એક વાર્તા હતી. જાહેર જીવનમાં શું તેવા ચમત્કાર થઇ શકે? પરંતુ આ સાહેબનું કહેવુ છે કે મૃતદેહમાં જીવ પરત લાવવુ શક્ય છે. આમ તો આ કથિત દાવાઓ પર હસવું આવશે. આખરે મરીને કોણ જીવીત થયુ છે. વાયરલ થયેલા મેસેજ પર વિશ્વાસ કરવો લગભગ અશક્ય છે. અમે જાણવા માંગતા હતા કે શું ખરેખર મુન્ના તિવારી નામનો કોઇ ડોક્ટર છે ખરો ?

કે પછી સોશિયલ મિડિયા પર કોઇ મજાક કરી રહ્યુ છે. વાયરલ મેસેજમાં લખેલ સરનામા પર અમે અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ આ મકાનમાં પહોચ્યા જ્યાં મુન્ના તિવારી ઘણા દિવસથી ભાડે રહે છે. મુન્ના તિવારી પાસે ડોક્ટરની કોઇ ડિગ્રી નથી પણ તે તો કોઇ બેકરીમાં કામ કરતા હતા. હવે તેણે ડોક્ટરનું આ બોર્ડ લગાવી દિધુ છે. મુન્ના તિવારીનો દાવો છે કે પોતાની તાકાતથી તમારી આયુષ્ય વધારી શકે છે. તેનું કહેવું છે કે તે બે મૃત વ્યક્તિઓને જીવીત પણ કરી ચુક્યો છે પણ જ્યારે અમે મુન્ના તિવારી જોડે તે મૃત વ્યક્તિઓની જાણકારી માંગી તો તેણે વાત ફેરવી દીધી.મુન્નાભાઇ તિવારી મૃતદેહને ફરી જીવીત કરવાનો આ ચમત્કાર થાય છે કેવી રીતે તો તે બાબતમાં મુન્ના તિવારી કઇ પણ કહેતા નથી. કામ જીવનદાન આપવાનું છે. તો તેની ફી પણ ઘણી બધી છે. મુન્ના તિવારીની વાતો તમને બકવાસ લાગતી હશે, મર્યા બાદ કોઇ વ્યક્તિ જીવિત થાય તે વાત તો એક કલ્પના સમાન જ ગણી શકાય,જો કે આ તો કશું જ નથી આ મુન્ના ભાઇનું કહેવું છે કે તે મનુષ્ય નથી પણ માનવ શરીરમાં સાક્ષાત ભગવાન છે.

આવી મોટી મોટી ફેકવાંવાળા મુન્ના તિવારીની વાતોમાં કેટલો દમ છે તે તો ન્યુઝ 18 ગુજરાતની પડતાલમાં સામે આવી ચુક્યુ છે, કારણ કે અમારી સાથે વાત કર્યા
બાદ મુન્ના તિવારી તેનું ઘર છોડીને ફરાર થઇ ગયો છે અને તેનો ફોન પણ નથી ઉઠાવી રહ્યો.
Loading...

પોલીસ પણ તેને શોધી રહી છે,જો કે મુન્ના તિવારી વિરુધ્ધ કોઇ ફરિયાદ નથી નોંધાઇ જેથી તેની સામે કોઇ કાયદાકીય કાર્યવાહી નથી થઇ જોકે મુન્ના તિવારી જેવા વ્યક્તિને જોઇ અમે તો તમને એ જ સલાહ આપીએ છીએ કે કોઇ પણ સડકછાપ વ્યક્તિઓની વાતોમાં ન આવો, ત્યારે ન્યુઝ 18ની પડતાલમાં મૃત વ્યકિતને જીવિત કરવાનો દાવો એકદમ ખોટો સાબીત થયો છે.
First published: May 16, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर