Home /News /ahmedabad /અમદાવાદ: ચૂંટણીના માહોલ વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ, રોગચાળો પણ વધ્યો 

અમદાવાદ: ચૂંટણીના માહોલ વચ્ચે બેવડી ઋતુનો અહેસાસ, રોગચાળો પણ વધ્યો 

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો

Ahmedabad News: કેટલાક દિવસથી ઠંડી અને ગરમી તથા પ્રદૂષણને કારણે શહેરીજનો અલગ અનુભવ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે.

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલા દિવસથી શરદી ખાસી અને તાવના કેસ મળી રહ્યા છે. કેટલાક દિવસથી ઠંડી અને ગરમી તથા પ્રદૂષણને કારણે શહેરીજનો અલગ અનુભવ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં વધારો થવા પામ્યો છે. છેલ્લા 5 દિવસમાં અમદાવાદમાં ડેન્ગ્યુના 107 અને ઝાડા ઉલ્ટીના 118 કેસ નોંધાયા છે. સિઝનલ ફ્લૂમાં પાંચ દિવસમાં ચાર કેસ નોંધાયા છે. જ્યારે સ્વાઈન ફલૂના કેસમાં ઘટાડો નોંધાવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂનાં કુલ 2079 કેસ

5 નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂના સૌથી વધુ 107 કેસ નોંધાવાની સાથે જ આ વર્ષે જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમાં ડેન્ગ્યૂનાં કુલ 2079 કેસ નોંધાયા છે. નવેમ્બર મહિનામાં ડેન્ગ્યૂના ટેસ્ટ માટે 503 સીરમ સેમ્પલ લેવામા આવ્યા છે. મેલેરિયાના આ સમય દરમિયાન દસ અને ઝેરી મેલેરિયાના 7 કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી 5 નવેમ્બર સુધીમા મેલેરિયાના 1135 અને ઝેરી મેલેરિયાના 135 કેસ નોંધાવા પામ્યા છે.

આ પણ વાંચો: પિયર ન લઇ જતા પત્નીએ પતિને અડધી રાત્રે મારી દીધી ઇંટ

જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમા ચિકનગુનિયાના કુલ 244 કેસ

ચિકનગુનિયાના 5 નવેમ્બર સુધીમાં 9 કેસ નોંધાતા આ વર્ષે જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમા ચિકનગુનિયાના કુલ 244 કેસ નોંધાયા છે. સિઝનલ ફલૂના કેસમાં નવેમ્બરના આરંભથી ઘટાડો થવા પામ્યો છે. મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોલંકીના કહેવા પ્રમાણે, સિઝનલ ફલૂના જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમા કુલ 1122 કેસ નોંધાયા છે. 70 ટકા દર્દી હોસ્પિટલમાં અને 30 ટકા દર્દી ઘરે સારવાર લઈ રહ્યા છે. 5 નવેમ્બર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની વધેલી ફરિયાદના પરિણામે ઝાડા ઉલટીના 118  કેસ નોંધાયા હતા.

આ વર્ષે જાન્યુઆરીથી 5 નવેમ્બર સુધીમાં ઝાડા ઉલટીના કુલ 5786 કેસ નોંધાયા છે. પાંચ નવેમ્બર સુધીમાં કમળા અને ટાઈફોઈડના અનુક્રમે 98-98 કેસ નોંધાયા હતા. આ વર્ષે જાન્યુઆરીથી પાંચ નવેમ્બર સુધીમાં કમળાના 1930 તથા ટાઈફોઈડના 2389 કેસ નોંધાવા પામ્યા છે. નવેમ્બર મહિનામાં પાણીના કુલ 341 સેમ્પલ તપાસ માટે મ્યુનિ.તંત્રે લેતા ત્રણ સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા હતા.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन