અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પતિ, સાસુ અને સસરા સામે પોલીસ ફરિયાદ (Police complaint) નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે લગ્ન (Marriage)ના પાંચ દિવસમાં પતિએ તેની પાસે રૂપિયા ન હોવાથી રૂપિયાની માંગણી શરૂ કરી હતી. યુવતીએ યુવક સાથે પ્રેમ લગ્ન (Love marriage) કર્યા હોવાથી તેણીને પિયરના લોકોએ બેદખલ કરી હતી. જેથી તે તેના પિયરમાંથી પૈસા (Dowry) લાવી શકે તેમ ન હતી. જેથી તેનો પતિ તેને અવારનવાર માર મારતો હતો. યુવતીએ જ્યારે તેના પતિને દહેજમાં પાંચ લાખ રૂપિયા લાવવાની ના પાડતા પતિએ તેના વાળી કાપી નાખ્યા હતા. આ મામલે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના નરોડા વિસ્તારમાં રહેતી 22 વર્ષીય યુવતી મૂળ સાબરકાંઠાની છે. તેણીએ વર્ષ નવેમ્બર, 2020માં પ્રેમ લગ્ન કર્યા હતા. યુવતી છેલ્લા દોઢ વર્ષથી એક યુવકના પ્રેમમાં હતી. પ્રેમ લગ્ન કર્યા બાદ તે અને તેનો પતિ બંને રાજસ્થાન ફરવા ગયા હતા. ત્યાંથી પરત આવ્યા બાદ તેના પતિ પાસે પૈસા ન હોવાથી તેઓ મિત્રના ઘરે રોકાયા હતા. બાદમાં પતિની પાસે વાપરવાના પૈસા ન હોવાથી પતિએ યુવતીના સોનાના દાગીના વેચી દીધા હતા. વધુ પૈસાની જરૂર પડતાં યુવતીએ તેના મિત્રો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. બાદમાં નરોડા ખાતે મકાન ભાડે રાખી આ યુવતી તેના પતિ સાથે ડિસેમ્બર માસમાં રહેવા ગઇ હતી.
બીજી તરફ આ યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતાને લગ્ન મંજૂર ન હોવાથી તેને ઘરમાંથી બેદખલ કરી દીધી હતી. લગ્નના પાંચ દિવસ પછી આ યુવતીના પતિએ કહ્યું હતું કે, તેની પાસે વાપરવાના પૈસા નથી. આમ કહીને તેણી યુવતીને તેના પિયરમાંથી એક લાખ રૂપિયા લઈ આવવા કહ્યું હતું. જોકે, યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેના માતા-પિતા સાથે સંબંધ ન હોવાથી પૈસા નહીં લાવી શકે તેમ જણાવ્યું હતું. આ વાત પર યુવતીને પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં માર માર્યો હતો.
રાજકોટ: દોઢ વર્ષના બાળકને કચડીને ઓડી કાર ચાલક ફરાર
જે બાદમાં યુવતીના સાસરિયાઓ અવારનવાર દહેજ લાવવા બાબતે દબાણ કરતા હતા. જો પૈસા ન લાવે તો યુવતીના પતિને છૂટાછેડા આપી દેવા માટે થઈ સાસરિયાઓ દબાણ કરતા હતા. યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હોવાથી તેણી મૂંગા મોઢે આ ત્રાસ સહન કરતી રહી હતી.
આ પણ જુઓ-
" isDesktop="true" id="1059380" >
બીજી તરફ યુવતી તેના પિયરમાંથી પૈસા ન લાવતા તેનો પતિ અવારનવાર કાઢી મૂકવાની ધમકી આપતો હતો. તેના સાસુ-સસરા પણ આ બાબતે ચઢામણી કરતાં હતા. એક દિવસ આ યુવતીને તેના પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કર્યું હતું. યુવતીને ના પાડતા તેને માર માર્યો હતો અને બાદમાં તેના પતિએ ગુસ્સામાં આવીને કાતરથી તેના માથાના વાળ કાપી નાખ્યા હતા અને ઘરમાંથી ધક્કો મારી કાઢી મૂકી હતી. સમગ્ર બાબતને લઈને આ યુવતીએ તેના સાસુ-સસરા અને પતિ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.