અમદાવાદ : શહેરના પોશ (Porsche Area of Ahmedabad) વિસ્તાર માં રહેતી એક મહિલાને પ્રેમ લગ્ન કરવા (Love Marriage) ભારે પડ્યું છે. પતિ અને સાસુ સસરા ઘરકામની (Domestic Violence) નાની નાની બાબતોમાં મહિલા સાથે ઝઘડો તકરાર કરીને મારઝૂડ કરી ત્રાસ આપતા અને દીકરો બીમાર હોવા છતાં તેની કોઈ સાર સંભાળ નહિ લેતા અંતે કંટાળી ને મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. પોશ વિસ્તાર માં રહેતી એક મહિલા એ વર્ષ 2004 માં પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે તેના પતિ સાથે સંયુક્ત પરિવારમાં રહેવા માટે ગઈ હતી. લગ્નના ત્રણેક વર્ષ સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી. પરંતુ બાદમાં તેના સાસુ તેને ઘરકામની નાની નાની બાબતોમાં અવારનવાર મેણા ટોણા મારતા હતા.
જોકે, મહિલાના પતિ તેને સારી રીતે રાખતું હોવાથી મહિલા આ કોઈ બાબતને ધ્યાનમાં લેતી ન હતી. થોડા સમય બાદ તેનો પતિ પણ તેના સાસુનો ઉપરાણું લઇને ઘરકામ બાબતે બોલ ચાલી ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. આખો દિવસ મહિલા ને ઘરકામ કરાવતા હતા. અને કોઈ પણ જાત ની મદદ કરતા નહaતા. મહિલા નો આરોપ છે કે તેના પતિ કેટલીક વખત તેની ઈચ્છા ના હોય તો પણ તેની સાથે શરીર સબંધ બાંધતા હતા.
જોકે મહિલા નો દીકરો બીમાર રહેતો હોવાથી બહારગામ તેની સારવાર માટે લઈ જવાની પણ તેના પતિ એ ના કહી દીધી હતી. જેથી મહિલા દીકરા ને લઈને સારવાર માટે અમદાવાદ આવી હતી. જ્યાં તેનો પતિ તેમને મળવા માટે પણ આવતા ના હતા. મહિલા ને માનસિક ત્રાસ આપતા તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
જો કે તેનો પતિ દીકરા ની સારવાર અને ભરણ પોષણનો ખર્ચો આપતો ના હોવાથી ફરિયાદી એ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જેને લઇને પણ તેના પતિ તેને વોટ્સએપ પર ધમકી આપતો હતો. આમ અંતે મહિલા એ ફરિયાદ દાખલ કરાવતા પોલીસ એ ફરિયાદ નોંધી ને વધુ કાર્યવાહી શરૂ કરી છે.