Home /News /ahmedabad /10મું ધોરણ ભણેલા કમ્પાઉન્ડરે આ લાલચના કારણે માતા-પુત્રીને મોતનું ઈન્જેક્શન આપ્યું
10મું ધોરણ ભણેલા કમ્પાઉન્ડરે આ લાલચના કારણે માતા-પુત્રીને મોતનું ઈન્જેક્શન આપ્યું
આરોપી મનસુખ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.
Ahmedabad Crime News: માસ્ટર માઈન્ડ કમ્પાઉન્ડર પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતો હતો. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાબતની જાણ ડોક્ટરને ન થાય તે માટે તે ડોક્ટરની ગેરહાજરીમાં દવાખાનાના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેતો હતો.
અમદાવાદ: બુધવારે બપોરના સમયે શહેરના ભુલાઈ ચાર રસ્તા પાસે આવેલ કર્ણ હોસ્પિટલમાં એક યુવતીનો મૃતદેહ મળી આવતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી. યુવતીની ઓળખ સહિતની જ્યારે પોલીસ કામગીરી કરી રહી હતી ત્યારે અન્ય એક ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે યુવતી તેની માતા સાથે આવી હતી. પરંતુ માતાની કોઈ ભાળ મળી ના હતી. જેથી પોલીસે માતાની શોધખોળ શરૂ કરી અને પોલીસના હાથ લાગ્યા મહત્વના સીસીટીવી. માતા સાથે આવેલ પુત્રીનો મૃતદેહ મળી આવ્યો ત્યારે માતા ક્યાં છે તે એક સવાલ હતો.
તો બીજી તરફ મૃતકના પરિવારજનોને પણ આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા. જેમના જણાવ્યા મુજબ પુત્રી ભારતી બેન વાળા તેમના માતા ચંપાબેન વાળાને પગમાં દુખાવો થતો હોવાથી ગઈકાલે સારવાર કરાવવા માટે એલજી હોસ્પિટલ જઈ રહ્યા હોવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. હોસ્પિટલના સીસીટીવી બંધ હોવાથી માતાની ભાળ મેળવવી પોલીસ માટે કઠિન કામ બન્યું હતું. જેથી પોલીસે હોસ્પિટલમાં હાજર કમ્પાઉન્ડરની પૂછપરછ શરૂ કરી. કમ્પાઉન્ડરની પૂછપરછ દરમિયાન માતાની પણ ભાળ મળી આવી હતી.
પુત્રીનો મૃતદેહ સર્જરી રૂમમાંથી ગેસના સિલિન્ડર મૂકવાના કબાટમાંથી મળી આવ્યો હતો. જ્યારે માતાનો મૃતદેહ કન્સલ્ટિંગ ટેબલ નીચેથી મળી આવ્યો હતો. જોકે માતા-પુત્રીના મૃત્યુ કેવી રીતે નિપજ્યા તે એક સવાલ હતો. તો બીજી તરફ હોસ્પિટલનો કમ્પાઉન્ડર શંકાના દાયરામાં હતો.
માસ્ટર માઈન્ડ કમ્પાઉન્ડર પૈસાની લાલચમાં લોકોના જીવ સાથે રમત રમતો હતો. જોકે પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ બાબતની જાણ ડોક્ટરને ન થાય તે માટે તે ડોક્ટરની ગેરહાજરીમાં દવાખાનાના સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેતો હતો.
સમગ્ર ઘટના અંગે જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે પોલીસ માટે એક મહત્વની કડી સીસીટીવી કેમેરા હતા. જોકે જ્યારે પોલીસ એ સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે જાણવા મળ્યું છે સીસીટીવી કેમેરા તો બંધ હતા. અને આ બાબતે જ્યારે કમ્પાઉન્ડરની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેણે જાતે જ સીસીટીવી કેમેરા બંધ કરી દીધા હતા. જેથી તેની કરતૂતોની જાણ કોઈને ના થાય.
આરોપી મનસુખ ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. અને છેલ્લા 23 વર્ષથી અહીં નોકરી કરતો હતો. સામાન્ય રીતે માતા અને પુત્રીની બંનેની સારવાર કરાવવાના ડોક્ટર 50,000 રૂપિયા જેવો ખર્ચ લેતા હોય છે પરંતુ મનસુખ કે માત્ર 12 હજાર રૂપિયામાં જ આ ઓપરેશન કરી આપવા માટે કહ્યું હતું. પહેલા મનસુખ એક અઠવાડિયામાં બેથી ત્રણ પેશન્ટનું ચેકિંગ કરતો હતો પરંતુ જેમ જેમ રૂપિયાની જરૂરિયાત વધતી ગઈ તેમ દિવસ દરમિયાન ડોક્ટરની ગેરહાજરીમાં પણ મનસુખ પેશન્ટોની સારવાર કરતો હતો. મૃતક ચંપાબેનને ઇન્જેક્શન આપ્યા બાદ તેમની સોનાની ચેન અને બુટ્ટી પણ તેણે કાઢી લીધા હતા. અને ચેન તેની પાસે રાખી બુટ્ટી ગીરવે મૂકી આવ્યો હતો. જેમાંથી 3500 રૂપિયા તેની નજીકમાં રહેતા એક વ્યક્તિ કે જેની પાસેથી તેણે ઉછીના રૂપિયા લીધા હતા. તેને પરત આપ્યા હતા જ્યારે બીજા રૂપિયા તેના ભાઈને આપ્યા હતા.
પોલીસે પુત્રી અને માતા બંનેના મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. અને 70 થી વધુ સેમ્પલ લઈને તપાસના કામે મોકલી આપેલ છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.