Home /News /ahmedabad /Video: અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકો અટવાયા

Video: અમદાવાદમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકો અટવાયા

Ahmedabad weather forecast: અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનો કેર, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે. 

Ahmedabad weather forecast: અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનો કેર, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે. 

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: શહેરમાં આજે ભારે ધુમ્મસનો કહેર વર્ત્યો છે. ધુમ્મસને કારણે સવારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં ધુમ્મસને કારણે 50 મીટર દૂરનું પણ જોવું મુશ્કેલ બની ગયુ હતુ. શહેરનાં અનેક વિસ્તારોમાં માવઠાનો કહેર પણ છવાયો છે. આ વાતાવરણ પલટાથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ છે.

રાજ્યમના ઘણા ભાગોમાં માવઠા જેવી સ્થિતિ છે. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનો કેર, ઝીરો વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને અટવાવવાનો વારો આવ્યો છે.

કમોસમી વરસાદ


બનાસકાંઠાના ધાનેરામાં કમોસમી વરસાદના લીધે જાહેર માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. હવામાન વિભાગની આગાહીને લઈને ધાનેરા સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ધાનેરા શહેરના નેનાવા રોડ, તાલુકા પંચાયત પાસે તેમજ જુના બસ સ્ટેન્ડ પાસે જાહેર માર્ગ પર વરસાદી પાણી ભરતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

દેશમાં વરસાદની સંભાવના


ભારતીય હવામાન વિભાગ અનુસાર, 30 જાન્યુઆરીએ દેશના ઘણા ભાગમાં વરસાદની સંભાવના છે. છેલ્લા 24 કલાકમાં દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો સહિત રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરના કેટલાક ભાગોમાં રવિવારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર એક અલગ લો પ્રેશર સિસ્ટમ રચાઈ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર, એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને તેની આસપાસના પ્રદેશોમાં વ્યાપકપણે આગળ વધી રહ્યું છે.
First published:

Tags: Gujarat Weather Forecast, Gujarat weather update, અમદાવાદ, ગુજરાત, હવામાન

विज्ञापन