અમદાવાદઃ IIM બ્રિજથી વસ્ત્રાપુર તળાવ સુધી રસ્તો પહોળો કરવા AMC દ્વારા ડિમોલિશન

News18 Gujarati
Updated: March 13, 2018, 2:45 PM IST
અમદાવાદઃ IIM બ્રિજથી વસ્ત્રાપુર તળાવ સુધી રસ્તો પહોળો કરવા AMC દ્વારા ડિમોલિશન
અમદાવાદઃ IIM બ્રિજથી વસ્ત્રાપુર તળાવ સુધી રસ્તો પહોળો કરવા AMC દ્વારા ડિમોલિશન હાથ ધરાયું.
News18 Gujarati
Updated: March 13, 2018, 2:45 PM IST
અમદાવાદઃ વસ્ત્રાપુર ગામમાં AMC દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. 30 ફૂટના રોડને 70 ફૂટ પહોળો કરવા અમલવારી શરૂ કરવામાં આવી છે. IIM બ્રિજથી વસ્ત્રાપુર તળાવ સુધી રસ્તો પહોળો કરાશે.

મળતી વધુ વિગત મુજબ, અમદાવાદના IIM બ્રિજથી વસ્ત્રાપુર તળાવ સુધી રસ્તો પહોળો કરવા AMCના નવા પશ્ચિમ ઝોન દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. વસ્ત્રાપુર ગામમાં હાથ ડિમોલિશન શરૂ કરાયું. રસ્તામાં આવતી 129 મિલકતો તોડી પડાશે, જેમાં દુકાનો, ઘર અને મંદિરનો સમાવેશ થાય છે. 30 ફૂટના રોડને 70 ફૂટ પહોળો કરવા અમલવારી શરૂ કરાઈ છે. લોકોએ સ્વયંભૂ પોતાનો સામાન દૂર કર્યો હતો.

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં સિંધુભવન રોડ પર આવેલી વી કેન મીટ નામની કેફેમાં સોમવારે AMCએ સપાટો બોલાવ્યો હતો. AMCએ વી કેન મીટ નામની કેફે દ્વારા કરવામાં આવેલાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ડિમોલિશનની કાર્યવાહી કરતાં પહેલાં પાલિકા દ્વારા કેફે-સંચાલને દબાણ દૂર કરવા સૂચના આપી હતી આમ છતા દબાણો દૂર નહિ થતાં પાલિકાએ દબાણો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે દબાણ દૂર કરતી વેળાએ ઈલેક્ટ્રિક સ્પાર્ક થતાં કામગીરી અડધેથી અટકાવી દેવામાં આવી હતી. હવે બાકીની કાર્યવાહી આજે કરાશે. વધુ માહિતી જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर