Home /News /ahmedabad /

અમદાવાદ: ત્રણ લાખની ચોરી કરીને ડિલીવરી બોયે કહ્યું, 'મેં તારા શેઠનું કરી નાંખ્યું છે, મિત્રતા નિભાવજે, કોઇને કહેતો નહીં'

અમદાવાદ: ત્રણ લાખની ચોરી કરીને ડિલીવરી બોયે કહ્યું, 'મેં તારા શેઠનું કરી નાંખ્યું છે, મિત્રતા નિભાવજે, કોઇને કહેતો નહીં'

ખાડિયા પોલીસ સ્ટેશન

Ahmedabad News: ખાડીયા પોલીસે ત્રણ લોકો સામે ચોરી અને મદદગારીની કમળો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

અમદાવાદ: શહેરના (Ahmedabad) આસ્ટોડીયામાં એક જવેલરી શોપમાં 3.09 લાખની ચોરી (Ahmedabad loot) થતા શેઠે સેલ્સમેનની પૂછપરછ કરતા તેણે માલ આપવા આવતા ડિલિવરી બોયનું નામ આપ્યું હતું. આ ડિલિવરી બોયે તેના મિત્રો સાથે ચોરી કરી બાદમાં દુકાનમાં કામ કરતા સેલ્સમેનને મેસેજ કરી તારા શેઠનું કરી નાખ્યું છે કોઈને કહેતો નહિ મિત્રતા નિભાવજે તેવું કહ્યું હતું. સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના પાલડીમાં રહેતા રોહનભાઈ શાહ આસ્ટોડીયા ખાતે રિદ્ધિ સિદ્ધિ જ્વેલરી નામની દુકાન ધરાવી ઇમિટેશનના જુદા જુદા પ્રકારના ડાયમંડ સેટ જથ્થાબંધમાં લાવી હોલસેલમાં વેચી વેપાર કરે છે. તેમની દુકાનમાં છેલ્લા ચારેક મહિનાથી મૂળ રાજસ્થાનનો કમલેશ ચૌધરી સેલ્સમેન તરીકે નોકરી કરે છે. રોહનભાઈ પોતાની દુકાનમાં માલની ખરીદી ખોડિયાર ક્રિએશન ખાતેથી કરતા હતા અને ડિલિવરી માટે વિકાસ ઘાચી નામનો યુવક આવતો હતો અને તે વિકાસ આ દુકાનના સેલ્સમેન કમલેશનો જુનો મિત્ર છે અને તેઓ અગાઉ ચાંદખેડા એક જ રૂમમાં રહેતા હતા.

એકાદ અઠવાડિયા પહેલા રાત્રે રોહનભાઈ દુકાન બંધ કરી તાળું મારી ઘરે ગયા હતા. બીજા દિવસે રવિવાર હોવાથી દુકાનમાં રજા રાખી હતી. પરંતુ ૮ તારીખના રોજ તેઓ સવારે તેમની દુકાને આવ્યા ત્યારે દુકાનનું તાળું તૂટેલું હતું. દુકાનના દરવાજાને બહારથી માત્ર સ્ટોપર લગાવી હતી. જેથી રોહનભાઈ ગભરાઈ ગયા હતા અને અંદર જઈને જોયું તો દુકાનમાં રાખેલો સામાન અસ્તવ્યસ્ત હતો. દુકાનમાં જઈને તપાસ કરતાં 460 નંગ ઇમિટેશન ડાયમંડ સેટ તથા 80 નંગ ઇમિટેશન પેન્ડલ સેટ અને 36 જોડી ઇમિટેશન બંગડી તથા અન્ય વસ્તુ મળી  3,09,000 નો મુદ્દા માલ ગાયબ હતો.

23 વર્ષના યુવાનને 10થી 12 લોકોએ છરીના ઘા મારી રહેંસી નાંખ્યો

જેથી રોહનભાઈએ તેમના સેલ્સમેન કમલેશને આ બાબતે પૂછતા કમલેશે જણાવ્યું કે, દુકાનમાં માલની ડીલીવરી કરવા આવતા વિકાસનો મેસેજ આવ્યો હતો કે મેં તારા શેઠનું કરી નાખ્યું છે અને ઇમિટેશન જ્વેલરી મેં ચોરી કરી ખેતરમાં સંતાડી દીધા છે. તું કોઈને કહેતો નહીં તું મારો મિત્ર છે મિત્રતા રાખજે. વિકાસે આવું જણાવતા રોહનભાઈએ કમલેશને આ વિકાસને ફોન કરવાનું કહેતા કમલેશે આ વિકાસને ફોન કરતા તેને જણાવ્યું કે, તે અને તેના બીજા બે મિત્રો ત્રણેય ભેગા થઈને શેઠનું કરી નાખ્યું છે કહીને ફોન કાપી નાખ્યો હતો. ત્યારબાદ આ વિકાસને વારંવાર ફોન કરવા છતાં તેને ફોન ઉપાડ્યો નહોતો.

રાજ્યના આ વિસ્તારોમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ

જેથી કમલેશે વસંત ઘાચી નામના યુવકને ફોન કરી વાત કરતા તેણે જણાવ્યું કે, શનિવારે રાત્રે વિકાસ તેના ગામના બે મિત્રોને લઈને આવ્યો હતો. જેમાંથી એકને તે ઓળખે છે તેનું નામ કમલેશ છે અને તે રાત્રે બે બેગ ભરીને દુકાનમાંથી આવ્યા હતા અને તેઓએ કમલેશ ચૌધરીના શેઠના ત્યાં ચોરી કરી હોવાનું જણાવી ચોરીનો માલ વિકાસ ગામમાં જઈને વેચી દેશે તેવું ફોન ઉપર જણાવ્યું હતું. જેથી રોહન ભાઈએ શિરોહી રાજસ્થાન બાજુ વગ ધરાવતા તુલસીભાઈને આ બાબતે જાણ કરતા નોકર કમલેશના સગા સંબંધીઓને જાણ કરવામાં આવી હતી.

બાદમાં રોહનભાઈ સહિતના લોકોએ વિકાસના પરિવારજનોને ફોન કરતા પરિવાર જણાવ્યું કે, વિકાસ જેવો ઘરે આવશે તેવો જ ચોરીના માલ સાથે તમારી પાસે મોકલી આપીશુ. પરંતુ હજુ સુધી વિકાસ કે તેના બંને મિત્રો ચોરીનો સામાન લઈને આવ્યા નહોતા. જેથી વિકાસ ઘાચી, કમલેશ તથા વિકાસનો મિત્ર ત્રણેય લોકોએ ભેગા મળી શનિવારની મોડી રાત્રે જ્વેલરી દુકાનમાંથી 3,09,000 ની ચોરી કરતા સમગ્ર બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, અમદાવાદ, ક્રાઇમ સમાચાર, ગુજરાત, લૂંટ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन