Home /News /ahmedabad /

અમદાવાદ : ક્યારેય ન બની હોય એવી ઘટના : ચોરી કરીને નીકળેલા ચોરને કુદરતે તરત જ આપી સજા

અમદાવાદ : ક્યારેય ન બની હોય એવી ઘટના : ચોરી કરીને નીકળેલા ચોરને કુદરતે તરત જ આપી સજા

અમદાવાદમાં ચોખા ચોરને કુદરતે આપી સજા

અમદાવાદ (Ahmedabad) ના દરિયાપુર (Dariyapur) વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરી (Theft of rice) નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો, ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત (Accident) નડ્યો, જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું હતું.

વધુ જુઓ ...
અમદાવાદ : ચોરી (Thief) ના ગુના આચરનાર ચોરને પોલીસ અને કાયદો સજા આપે તે પહેલા જ કુદરતે તેને સજા આપી હતી. બનાવ અમદાવાદ (Ahmedabad) નો છે કે જ્યાં ચોરી કરી મુદ્દામાલ છુપાવી ચોર ફરાર થતો હતો, તે સમયે જ આરોપીઓની રીક્ષાને અકસ્માત (Road Accident) નડ્યો હતો. જેમાં એક આરોપીનુ મૃત્યુ નિપજ્યું હતું. જયારે અન્ય બે ફરાર આરોપીની પોલીસે ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા ચોખા બજારમાંથી ગત સપ્તાહે 13 કટ્ટા ચોખાની ચોરી (rice thief) નો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો. જે ગુનાની તપાસ કરતા દરિયાપુર પોલીસે મોહમ્મદ અમિદ સૈયદ અને અલ્તાફ સૈયદની ધરપકડ કરી ચોરીના ચોખાના કટ્ટા કબજે કર્યા છે. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપીની સાથે મોહમ્મદ બિસ્મિલ્લાહ અકબરની સંડોવણી સામે આવી હતી. પરંતુ ચોરી કર્યાના કલાકો બાદ જ આરોપીની રિક્ષાને એક અકસ્માત નડ્યો, જેમાં બિસ્મિલ્લાનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી ગઈ, કે ગુના માટે વપરાયેલી રીક્ષા પણ ચોરીની હોવાનું સામે આવ્યું છે.

ચોખાના કટ્ટાની ચોરીની તપાસ કરતા પોલીસને એક સીસીટીવી મળી આવ્યા જે રીક્ષામાં ચોરી કરવામાં આવી હતી. રીક્ષા અંગે તપાસ કરતાં હકીકત સામે આવી કે, ગુનામાં વપરાયેલી રીક્ષા નારોલ વિસ્તારમાંથી ચોરી કરવામાં આવી હતી, અને તે જ રિક્ષામાં ચોરીને અંજામ આપ્યો. બાદમાં ચોરીની રિક્ષાનો અકસ્માત થતાં એક આરોપીનું મૃત્યુ નીપજ્યું. એટલે કે એક જ રાતમાં ત્રણ અલગ અલગ પોલીસ મથકમાં ત્રણ ગુના નોંધાયા. જે ગુનામાં સંડોવાયેલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચોસુરત: દારૂ માટે નવો જુગાડ! 2 કપલ કારમાં કરતા દારૂની હેરાફેરી, કારમાં ચોર ખાના જોઈ પોલીસ પણ ચકરાવે ચઢી

એક જ રાતમાં ત્રણ બનાવો બનતા પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે નારોલથી ચોરી થયા બાદ રિક્ષા દરીયાપુર, દાણીલીમડા અને વેજલપુર સહિતના વિસ્તારોમાં ફરી હતી. પરંતુ એક પણ જગ્યાએ પોલીસે તેની તપાસ કરી ન હતી. સાથે જ અકસ્માતનો બનાવ બન્યો હોવા છતાં ચોરીની રીક્ષા હોવાનું સામે નથી આવ્યું. ત્યારે ત્યારે સવાલ એ થાય કે શું ખરેખર શહેર  પોલીસના હાથમાં સુરક્ષિત છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad latest Crime News, Ahmedabad latest news, Ahmedabad news, Ahmedabad police, Theft accused, Theft case

આગામી સમાચાર