અમદાવાદ : શહેરમાં એક ગજબની (Ahmedabad Fraud) ઠગાઇ સામે આવી છે. તમિલનાડુ સરકારનું ટેન્ડર અને રો મટીરીયલ સસ્તા ભાવે આપવાની વાત કરી 27 કરોડની ઓનલાઈન ઠગાઈ થયાની ફરિયાદ ગાલા પ્રિન્ટ સીટીના (Gala print City) સંચાલક વિશાલ ગાલાએ (Vishal Gala) સાયબર સેલમાં દસ દિવસ અગાઉ નોંધાવી હતી. સાયબર સેલે (Cyber Crime) આ કેસમાં તપાસ કરતા ફરિયાદીએ ખોટું જણાવ્યાનું સામે આવ્યું છે. તપાસ બાદ ફરિયાદી વિશાલ ગાલા ઓનલાઈન ગેમમાં 27 કરોડ હાર્યાનું સામે આવ્યું છે. પોલીસે નોન સ્કીલ ગેમિંગમાં ઓનલાઈન પૈસા હારેલા વિશાલ ગાલાની ગેમ્બલીંગ એક્ટ મુજબ ધરપકડ કરી કાર્યવાહી કરી છે. વિશાલ ગાલા ઓનલાઇન નોન-સ્કીલ ગેમિંગ રમાડતી INDIA24BET.COM વેબસાઇટ ઉપર હારી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
સાઇબર ક્રાઇમમાં મળતી વિગતો પ્રમાણે, નવનીત પ્રકાશન સાથે સંકળાયેલા વિશાલ ગાલાની 27 કરોડની ઠગાઇની ફરિયાદને ગંભીરતાથી લઇને સાયબર સેલે તપાસ હાથ ધરી છે. જેમા તેના મોબાઇલ નંબરના લોકેશન પરથી ટ્રેસ કરવામાં આવ્યું હતુ. જે લોકેશન કર્ણાટકના બેંગ્લોરનું આવ્યું હતુ. જે બાદ પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં પોલીસને 34 વર્ષના કરનસિંઘ રાવત મળી આવ્યો હતો. કરન ફોન પેસાનો ડાયરેકટર હોવાનું ફરિયાદીના ખાતામાં ફોન પેસાના ખાતામાં પૈસા જમા થતા હોવાની વિગતો પોલીસને મળી હતી.
આ વ્યક્તિએ જણાવ્યું કે, વિશાલ ગાલા સાથે તેણે કોઈ ટેન્ડર અપાવવાની કે સસ્તુ રો મટીરીયલ અપાવવાની વાત થઈ નથી. વિશાલ ગાલાએ પોતાની મરજીથી INDIA24BET.COM નામની નોન સ્કીલ ગેમીંગથી પૈસાની હારજીત કરવા માટે પોતાના કે તેમની કંપની ગાલા ગ્લોબલ પ્રોડકટ લીમીટેડના બેંક એકાઉન્ટમાંથી ફોન પૈસાના નોડલ બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ કે બીજા બેંક એકાઉન્ટ મારફતે પૈસા ભર્યા હતા. આ રીતે ગેમ્બલીંગ કર્યું હતું.
" isDesktop="true" id="1233606" >
આ અંગે સાયબર સેલે તપાસ કરતા વિશાલ ગાલાએ ટેન્ડર માટે ભરેલા પૈસાની જે એન્ટ્રીઓ બતાવી તેના ઈલેક્ટ્રોનીક પુરાવા પરથી સ્પષ્ટ થયું કે, તેઓએ ઓનલાઈન ગેમ્બલિંગમાં પૈસાની હારજીત કરી હતી. આ અંગે પોલીસે ગેમ્બલીંગનો અલગથી ગુનો દાખલ કરી વિશાલ ગાલાની અટકાયત કરી હતી.