Home /News /ahmedabad /તમે પણ ઓનલાઇન કપડાં ખરીદો છો? તો પેમેન્ટમાં આવી ભૂલ કરશો તો ખાતું થશે ખાલી
તમે પણ ઓનલાઇન કપડાં ખરીદો છો? તો પેમેન્ટમાં આવી ભૂલ કરશો તો ખાતું થશે ખાલી
ઘરે હાજર હતી તે દરમિયાન તેના ફેસબુક આઇડી ઉપર એક AWARA BACHA WOOLEN PALAZZO KURTI SET નામના આઈડીથી કુર્તી લેવા માટે મેસેજ આવ્યો હતો. (પ્રતીકાત્મક તસવીર)
અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) રહેતી એક યુવતી સાથે સાયબર ક્રાઇમની (Cyber crime) ઘટના બની છે. એક AWARA BACHA WOOLEN PALAZZO KURTI SET નામના આઈડીથી કુર્તી લેવા યુવતીને મેસેજ આવ્યો હતો. બાદમાં આ શખશે આર્મી મેનની ઓળખ આપી કોડ સ્કેન કરાવી 10 રૂ. કનફર્મેશન કરાવી 23 હજારની ઠગાઈ આચરી હતી. સમગ્ર મામલે હાલ સોલામાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના એસજી હાઈવે છારોડી પાસે આવેલા માલાબાર કાઉન્ટીમાં રહેતી 27 વર્ષની યુવતી તેના પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. આ યુવતીના પતિ વકીલ તરીકેનો વ્યવસાય કરે છે. ગઈકાલે સવારે આ યુવતી તેના ઘરે હાજર હતી તે દરમિયાન તેના ફેસબુક આઇડી ઉપર એક AWARA BACHA WOOLEN PALAZZO KURTI SET નામના આઈડીથી કુર્તી લેવા માટે મેસેજ આવ્યો હતો.
યુવતીએ ફોટા મૂકી વાતચીત કરતાં આ આઈડી પરથી whatsapp નંબર યુવતીને આવ્યો હતો. જે નંબર પર ફોટા મોકલી વાતચીત કરતા સામેવાળી વ્યક્તિએ હું આર્મીમાં છું અને જામનગરમાં નોકરી કરું છું અને આ પલાઝો ગમી ગયા છે તો મારે છ પ્લાઝો કુરતી લેવા છે અને જેના 4350 રૂ. હું તમારા ખાતામાં મોકલું છું તેવું સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું.
બાદમાં પૈસાના કન્ફર્મેશન માટે યુવતીને દસ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરતા યુવતીને પેટીએમમાં દસ રૂપિયા આવ્યા હતા. બાદમાં આ વ્યક્તિએ હું આર્મીમાં છું જેથી અમારી પૈસા ચૂકવવાની સિસ્ટમ અલગ છે. જેથી એક બાર કોડ મોકલી સ્કેન કરાવી આ યુવતીના ખાતામાંથી પહેલા 4000 રૂપિયા કપાઈ ગયા હતા. જે રૂપિયા પરત મળી જશે કહીને સામેવાળી વ્યક્તિએ રિફંડ કોડ મોકલી તેને સ્કેન કરવાનું જણાવતા યુવતીના ખાતામાંથી 8000 રૂપિયા કપાઈ ગયા હતા.
આ જ રીતે એક બાદ એક ખાતામાંથી કુલ 23000 રૂપિયા કપાઈ ગયા હતા. સામેવાળી વ્યક્તિએ તમારા કપાયેલા બધા પૈસા પરત મળી જશે તેમ જણાવતા ઠગાઈ થઈ હોવાનું યુવતીને લાગતા તેણે સાઇબર ક્રાઇમમાં આ અંગે જાણ કરી હતી. સાયબર ક્રાઈમે આ અંગે વિગતો નોંધી ટિકિટ જનરેટ કરતા યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.