Home /News /ahmedabad /અમદાવાદ: રૂપિયાની લાલચમાં કંપનીના પૂર્વ કર્મચારીએ આપ્યો દગો, આમ આચરી છેતરપિંડી

અમદાવાદ: રૂપિયાની લાલચમાં કંપનીના પૂર્વ કર્મચારીએ આપ્યો દગો, આમ આચરી છેતરપિંડી

રૂપિયાની લાલચમાં કંપનીના પૂર્વ કર્મચારીએ આપ્યો દગો

Ahmedabad cyber crime: અમદાવાદમાં પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ, કંપનીને આમ પહોંચાડ્યું આર્થિક નુકસાન

અમદાવાદ: પૂર્વ કર્મચારીએ જ કંપની સાથે કરી ઠગાઈ કરી હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદની સોફ્ટવેર કંપનીના સોર્સ કોડની ચોરી કરીને ડેટાનો ઉપયોગ કરીને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. આ છેતરપિંડી કેસમાં સાઇબર ક્રાઇમે કોમ્પ્યુટર એન્જિનિયર એવા પૂર્વ કર્મચારીની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમની કસ્ટડીમાં લેવાયેલા આરોપીનું નામ જીગ્નેશ જૈન છે. આરોપીએ પોતાની પૂર્વ સોફ્ટવેર કંપની સાથે છેતરપિંડી આચરી છે.

ઘટના કંઈક એવી છે કે, અમદાવાદની મલ્ટી ટ્રેડ સોફ્ટટેક પ્રાઇવેટ લિમિટેડ નામની સોફ્ટવેર કંપનીની પ્રોડક્ટ Atins જેવી દેખાતી અને તેના જેવા જ ફંકશન ધરાવતી મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર તથા કોસ્મિક પ્રોડક્ટ નામથી નવી પ્રોડક્ટ માર્કેટમાં લાવીને આ પ્રોડક્ટની સર્વિસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટટેકને આર્થિક નુકસાન પહોંચાડી છેતરપિંડી આચરી હતી.જેની ફરિયાદ સાયબર ક્રાઈમમાં નોંધાતા ટેકનીકલ એનાલિસીસની મદદથી આરોપી જીગ્નેશ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: ચોમાસાને લઇને અતિમહત્વના સમાચાર, નવરાત્રીમાં પડશે જલસા, અહીં બે દિવસ ભારે વરસાદની આગાહી

પકડાયેલ આરોપી રાજસ્થાનનો છે અને આરોપીએ કોમ્પ્યુટર એન્જિનિયરનો અભ્યાસ કરેલો છે અને ટેકનીકલ ક્ષેત્રમાં નિષ્ણાંત છે. આરોપી અગાઉ 2014માં મલ્ટી ટ્રેડ સોફ્ટવેર કંપનીમાં જ નોકરી કરતો હતો. આરોપી પાસે આ સોફ્ટવેર કંપનીના સ્ટેસ્ટીક આઇપીના રીમોટનો એક્સેસ તેમજ આઈડી પાસવર્ડ હતો. 2021માં આરોપીએ નોકરી છોડીને કંપનીના સર્વર એક્સેસ કરીને કંપનીના ડેટાની ચોરી કરી હતી. આરોપીએ સોર્સ કોડનો પોતાની આઇકોનિક સોફટવેર કંપનીમાં ઉપયોગ કરીને મની ટ્રેડર્સ, આઈ ટ્રેડર્સ તથા કોસ્મિક જેવા અલગ-અલગ નામથી પ્રોડક્ટ બનાવીને કસ્ટમરને સર્વિસીસ આપી મલ્ટી ટ્રેડ સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે છેતરપિંડી કરી હતી. આરોપીએ ઓછા સમયમાં પૈસા કમાવવાની લાલચમાં પોતાની જ પૂર્વ કંપની સાથે ડેટા ચોરી કરીને છેતરપિંડી આચરી છે. હાલમાં આરોપીની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઇલ કોમ્પ્યુટર સીપીયુ તથા સર્વર મેળવીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આરોપી સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, CYBER CRIME, Gujarat News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन