Home /News /ahmedabad /

અમદાવાદ : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે પથ્થરનો જવાબ ફુલથી આપ્યો, જુઓ શું છે મામલો?

અમદાવાદ : હેકર્સ દ્વારા સાયબર વોરની ઘોષણા વચ્ચે ભારતે પથ્થરનો જવાબ ફુલથી આપ્યો, જુઓ શું છે મામલો?

સાયબર ક્રાઈમ

નુપુર શર્માના વિવાદ બાદ મલેશીયા અને ઇન્ડોનેશીયાના હેકર (hackers) દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુધ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા કરી હતી, અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad cyber crime) દ્વારા આવા આક્રમક વલણથી બિલકુલ વિરુધ્ધ ટેકનિકલ ટીમ અને ઇન્ટર્ન્સ દ્વારા ૧૦૦ ઇન્ડોનેશીયન અને ૭૦ મલેશીયન વેબસાઇટ્ની ટેકનિકલ ખામીઓ એથિકલ હેકીંગ દ્વારા શોધી તેઓની સરકારને જાણ કરી, પથ્થરનો જવાબ ફુલથી આપ્યો

વધુ જુઓ ...
cyber attack : અમદાવાદ સાયબર ક્રાઇમ (Ahmedabad cyber crime) એ ઇન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવી છે. મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના હેક્ટિવિસ્ટોએ 2000 થી વધુ ભારતીય વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો છે. જો કે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા આવા આક્રમક વલણથી બિલકુલ વિરુધ્ધ ટેકનિકલ ટીમ અને ઇન્ટર્ન્સ દ્વારા ૧૦૦ ઇન્ડોનેશીયન અને ૭૦ મલેશીયન વેબસાઇટ્ની ટેકનિકલ ખામીઓ એથિકલ હેકીંગ દ્વારા શોધી તેઓની સરકારને જાણ કરી, પથ્થરનો જવાબ ફુલથી આપ્યો છે.

નુપુર શર્માના વિવાદ બાદ મલેશીયા અને ઇન્ડોનેશીયાના હેકર દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુધ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા કરી હતી. જેના લીધે 2 હજાર થી વધુ ભારતીય વેબસાટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ સાઇબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશીયન 100 અને મલેશીયન 70 વેબસાઇટની ટેકનિકલ ખામીઓ અથવા બગ્સ એથીકલ હેકીંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવેલ છે અને પથ્થરનો જવાબ ફુલથી આપેલા છે. આ ઉપરાંત ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઇટને પણ સુરક્ષીત કરવા માટે જરુરી સુચનો એનસીઆઇઆઇપીટીને રિપોર્ટ કર્યો હતો.

સાઇબર ક્રાઇમની ટીમે 80 થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ પણ શોધી કાઢી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (એનસીઆઇઆઇપીસી) ને તેની જાણ કરી છે. નુપુર શર્મા વિવાદ બાદ હેકરોએ સાઇબર યુધ્ધ શરુ કર્યું હતું. મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેકટીવિસ્ટ, વિશ્વભરના મુસ્લિમ હેકરોને ભારત અને ભારતીય લોકો સામે સાયબર-યુદ્ધ શરૂ કરવા માટે હાકલ કરી હતી. આવા હેકર જૂથો વચ્ચે સાયબર-યુદ્ધ શરૂ કરવા માટે નું એલાન સોશિયલ મીડિયા પર વ્યાપક પણે ફેલાયેલ હતું. જેને પણ સાઇબર ક્રાઇમે શોધી કાઢ્યા છે. આ ઉપરાંત નુપુર શર્માની વિગતો જેમાં સરનામું, ઈમેલ આઈડી, સંપર્ક નંબર વગેરે કેટલીક સરકારી વેબસાઈટ પરથી લીક થઈ હતી.

આ પણ વાંચોઅમદાવાદના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લેવલે રી-ડેવલપ કરાશે, જાણો 3,800 કરોડના પ્રોજેક્ટ વિશે

મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેક્ટિવિસ્ટોએ 2000થી વધુ ભારતીય વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો છે. જેમાં સરકારી વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, વ્યવસાયો અને ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે. આવી વેબસાઇટ્સમાંથી ગોપનીય ડેટા લીક કરવામાં આવ્યો છે. જેમાં સરકારી ફાઇલો અને ડેટા, અમુક વ્યક્તિઓના આધાર કાર્ડ, કેટલાક નાગરિકોના પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો, આંધ્રપ્રદેશ પોલીસના પોલીસકર્મીઓની વિગતો, કેટલીક ખાનગી કંપની ના ડેટા સહિત અનેક વિગતો લીક કરી દીધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Ahmedabad Cyber ​​Crime, Hackers, સાયબર ક્રાઇમ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन