Home /News /ahmedabad /

યુવતીએ હસીને વાત કરી લેતાં યુવક એક તરફી પ્રેમમાં થયો પાગલ, કરી આવી હરકત

યુવતીએ હસીને વાત કરી લેતાં યુવક એક તરફી પ્રેમમાં થયો પાગલ, કરી આવી હરકત

યુવતીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી

...ને યુવક એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો. તે બાદ તેણે એવું કામ કર્યું કે જેના કારણે તેને જેલ જવાનો વારો આવ્યો છે.

અમદાવાદ: અમદાવાદના સાયબર પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી યુવક અને ફરિયાદી સામ-સામે રહેતા હતા અને એકબીજાથી માત્ર વાતચીત કરતાં હતા, પરંતુ યુવક એક તરફી પ્રેમમાં પાગલ થઈ ગયો. તે બાદ તેણે એવું કામ કર્યું કે જેના કારણે તેને જેલ જવાનો વારો આવ્યો છે.

વિગત વાર વાત કરીએ તો, અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી પ્રકાશ પારઘી નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી શાહપુરનો રેહવાસી છે. આરોપી અને ફરિયાદી યુવતી એકબીજા સાથે વાત કરતા હતા, પરંતુ યુવતી સાથે આરોપીને એક તરફી પ્રેમમાં પડ્યો હતો. ઉપરાંત બંન્ને ઇન્સ્ટા પર વાત કરતા હતા પરંતુ આરોપીની હરકતો વિચિત્ર લાગતાં યુવતીએ તેની સાથે વાત કરવાનુ બંધ કરી દીધું હતું અને આઈડી પણ બ્લોક કરી દીધી હતી.

આ પણ વાંચો: ધરોઇ ડેમમાંથી છોડાયું પાણી, અમદાવાદના કેટલાક વિસ્તારોને એલર્ટ કરાયા

તે દરમિયાન યુવતીનો જન્મદિવસ હોવાથી તેણે એક ફેક પ્રોફાઈલ બનાવી યુવતીને વાત કરવા માટે દબાણ કરતો હતો પરંતુ યુવતીએ કોઈ રિસ્પોન્સ ના આપતા આરોપીએ ઇન્સ્ટા ઉપર બનાવેલ ફેક આઇડી દ્વારા યુવતીના પર્સનલ ફોટો અને બીભત્સ મેસેજ અપલોડ કરીને યુવતીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.

તપાસમાં સામે આવ્યું છે કે, યુવતીની સગાઈ થઈ ગઈ છે. તેથી આરોપીએ તેના સાસરિયાં માં બદનામ કરવાં માટે આવું કર્યું હતું. આરોપી બીકોમ સુધી ભણેલો છે અને હાલ એનસીઆર કંપનીમાં બેન્કોના એટીએમના એન્જિનિયર સાથે હેલ્પરનું કામ કરે છે. હાલ પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, CYBER CRIME, Gujarat News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन