Home /News /ahmedabad /અમદાવાદઃ શાક લેવા નીકળતી પરિણીતા પર ફિદા થયો યુવક, બીભત્સ ઇશારા બાદ કરી આવી હરકત

અમદાવાદઃ શાક લેવા નીકળતી પરિણીતા પર ફિદા થયો યુવક, બીભત્સ ઇશારા બાદ કરી આવી હરકત

લોકોએ ભેગા મળી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 

Ahmedabad Crime: શાક લેવા નીકળતી પરિણીતાને રોમિયોએ કહ્યુ, તું મને બહુ ગમે છે, મારી સાથે નહીં આવે તો પતાવી દઇશ...

અમદાવાદઃ શહેરમાં વધુ એક છેડતીની ઘટના સામે આવી છે. એક રોમિયોએ શાક લેવા આવેલી યુવતીની છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવતી જ્યારે શાક લેવા જતી ત્યારે છેલ્લા દસેક દિવસથી આરોપી તેને એકીટસે જોતો અને બીભત્સ ઇશારા કરતો હતો. ગઇકાલે પણ આમ જ આરોપીએ યુવતીના હાથને સ્પર્શ કરી ઝઘડો કરી બબાલ કરી હતી. બાદમાં આ રોમિયોએ તું મને બહુ ગમે છે, મારી સાથે નહીં આવે તો પતાવી દઇશ, તેવી ધમકી આપતા લોકોએ ભેગા મળી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શાક લેવા નીકળતી યુવતીને ગંદા ઇશારા કરતો

શહેરના વેજલપુરમાં રહેતી 28 વર્ષીય યુવતી તેના બાળક અને પતિ સાથે રહે છે અને ઘરકામ કરે છે. યુવતીનો પતિ વકીલાતની પ્રેક્ટિસ કરે છે. ગઇકાલે આ યુવતી શ્રેયસ શાકમાર્કેટમાં શાક ખરીદવા ગઇ હતી. ત્યારે ત્યાં એક શખ્સ એકધારૂ આ યુવતીને જોઇ રહ્યો હતો. આ યુવક છેલ્લા દસેક દિવસથી આ યુવતી સાથે આ પ્રકારની હરકતો કરતો હતો. દસેક દિવસથી આ શખ્સ યુવતીને જોઇને ગંદા ઇશારા પણ કરતો અને તેનો પીછો કરતો હતો, પણ યુવતી તેને ધ્યાનમાં લેતી નહીં અને તેની ખરીદી કરી ઘરે જતી રહેતી હતી. ગઇકાલે આ શખ્સે આ યુવતી શાક લેવા ગઇ ત્યારે તેને જોઇ રહ્યો હતો. બાદમાં એક્ટિવા પર તેનો પીછો કરી યુવતીના હાથને અડી ત્યાંથી આગળ જઇને ઉભો રહ્યો હતો. જેથી યુવતીથી આ હરકત સહન ન થતાં તે તેની પાસે ગઇ અને વાહન જોઇને ચલાવવાનું કહેતા આ શખ્સ આવેશમાં આવી ગયો હતો.

આ પણ વાંચો: અનેક આડાસંબંધથી ત્રાસીને 71 વર્ષની વૃદ્ધાએ પતિને રંગે હાથે ઝડપી પાડ્યો, પછી...

'તું મને બહુ ગમે છે, મારી સાથે નહીં આવે તો તને પતાવી દઇશ'

બાદમાં આ શખ્સે યુવતી સાથે બોલાચાલી કરી બીભત્સ શબ્દો બોલી તું મને બહુ ગમે છે, મારી સાથે નહીં આવે તો તને પતાવી દઇશ તેવી ધમકી આપી હતી. જેથી યુવતીએ તેના પતિને આ અંગે જાણ કરતા તેનો પતિ આવી ગયો હતો. યુવતીના પતિએ આ શખ્સને શોધી કાઢી તેનું નામ પૂછતા આનંદ ઠક્કર હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ કરેલી હરકતને લઇને આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા. બાદમાં પોલીસને જાણ કરતા વેજલપુર પોલીસે આરોપી આનંદ ઠક્કર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Ahmedabad news, Crime news, Gujarat News

विज्ञापन
विज्ञापन